MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારાપ્રતિબંધીત પ્લાસ્ટિકનુ વપરાશકારો અને ગંદકી કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી
MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારાપ્રતિબંધીત પ્લાસ્ટિકનુ વપરાશકારો અને ગંદકી કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી
મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરમા પ્રતિબંધીત પ્લાસ્ટિકનુ વેચાણ કરતા વપરાશકારો અને ગંદકી કરનાર આસામીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ત્યારે મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરમાં તા. ૨૫/૦૩/૨૦૨૫ થી ૦૧/૦૪/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૧૮ આસામી પાસેથી રૂ. ૧૪૪૫૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ તથા ગંદકી કરતા ૪૧ આસામી પાસેથી રૂ. ૧૧૮૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ. આ ઉપરાંત Open Urination બદલ ૩ આસામીઓ પાસેથી રૂ. ૩૦૦/-તેમજ જાહેરમાં કચરો સળગાવતા ૧ આસામીઓ કરવામાં પાસેથી રૂ. ૨૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ.