GUJARATMORBIMORBI CITY / TALUKO

SURENDRA NAGAR સુરેન્દ્રનગરમા ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતિ નિમિત્તે 16 કિલોની કેક કાપી ભવ્ય ભીમ ડાયરો કરી ઉજવણી કરવામાં આવી

SURENDRA NAGAR સુરેન્દ્રનગરમા ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતિ નિમિત્તે 16 કિલોની કેક કાપી ભવ્ય ભીમ ડાયરો કરી ઉજવણી કરવામાં આવી

 

 

SURENDRA NAGAR સુરેન્દ્રનગરમા ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતિ નિમિત્તે 156 કિલોની કેક એટલે કે 7 મણ અને 16 કિલોની કેક કાપી ભવ્ય ભીમ ડાયરો કરી ઉજવણી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ સંપૂર્ણ લોક ભાગીદારીથી અને દાતા શ્રી ઓના સહકારથી કરવા મા આવ્યો હતો આવિ મોટી વિશાળ કેક બનાવવા માટે લોકોને ફંડ માટે નવનિમાર્ણ સાર્વજનીક ટ્રસ્ટનાં QR કોડ માં દાન કરવાની અપીલ કરેલ અને ઘેર-ઘેર જઈ લોકો પારોથી કેક બનાવવા માટે દાન મેળવેલ અને આ કેક માટે ઘવ, ચોરણિયા ગામ ના લાલજીભાઈ નાનું ભાઈ કોળી પટેલ એ દાન માં આપેલ હતા અને આ કેક મૈત્રી સ્વીટ એન્ડ કેટરસના જગદીશભાઈ ચાવડા એ એક રૂપિયો પણ લીધા વગર કેક બનાવી આપેલ અને લોકોનો ખુબજ દાન નો પ્રવાહ વરસાવેલ અને ડોલરો પણ આ કાર્ય ક્રમ માં ઉડેલ અને લોકો નો ખુબજ સારો સહકાર મળેલ અને આવિ મોટી વિશાળ કેક બાબા સાહેબની રાજ્ય માં અને દેશ માં પ્રથમવાર બની હતી
આ કાર્યક્રમ તા.૧૩-૪-૨૦૨૫ ને રવિવાર સાંજે યોજાયો હતો આ કાર્ય ક્રમ માં 5000 કરતા વધારે ભાઈ ઓ બહેનો એ ઉમળકા ભેર આ ડાયરો માણ્યો હતો અને રાત્રે 12:30 વાગ્યે મૈત્રી સ્વીટ માંથી બનાવેલી 156 કિલો ની કેક લાવી અને નાની દિકરી ઓ દ્વારા આ કેક કાપી બાબા સાહેબ નો જન્મદિવસ ની ઉજવણી કરેલ હતી
આ ડાયરા માં કલાકાર શ્રી રમેશભાઈ પરમાર, પરેશભાઈ રાઠોડ, હિતેષભાઇ સાધુ, ખુશાલીબેન છાશિયા, અશોકભાઈ સુમરા, કિશનભાઈ ઝાલા, નટુભાઈ પરમાર આ તમામ કલાકારો એ ભીમ ભજનો તેમજ લોકસાહિત્ય પીરસી બાબા સાહેબ ના જીવનજરમર અને તેમના કાર્યો અંગે રસપાન કરાવ્યું હતું આ કાર્યક્રમ માં સરકાર શ્રી નો એક પણ રૂપિયો લીધા વગર સંપૂર્ણ લોક ભાગીદારી થી આ કાર્ય ક્રમ કરવા માં આવ્યો હતો


આ કાર્ય ક્રમ મા આંબેડકર એક્શન ગ્રુપ તેમજ છત્રપતિ શાહુજી મહારાજ બૌધ વિહાર સુરેન્દ્રનગર ના કાર્ય કરો એ ખુબજ જહેમત ઊઠાવી..

Back to top button
error: Content is protected !!