GUJARATMORBIMORBI CITY / TALUKO

Surendranagar:સીલીકોસીસ પીડીતોએ સુરેન્દ્રનગર કલેકટરને પોતાની વ્યથા રજૂ કરી.

Surendranagar:સીલીકોસીસ પીડીતોએ સુરેન્દ્રનગર કલેકટરને પોતાની વ્યથા રજૂ કરી.

 

 

સુરેન્દ્રનગર જીલ્લામાં સીલીકોસીસ રોગથી પીડાતા કામદારોએ વીવીધ સમસ્યાનો સામનો કરવો પડે છે. આથી સીલીકોસીસ પીડીત સંઘ, થાન અને સીલીકોસીસ પીડીત સંઘ, ધ્રાંગધ્રાના ૨૫થી વધુ ગંભીર બીમારીથી પીડાતા સીલીકોસીસ પીડીતો તા.૩૦/૦૯/૨૦૨૪ ને દીવસે સુરેંદ્રનગર કલેકટર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરવા માટે આવ્યા.

જીલ્લાના સીરામીક કામદાર અથવા ધ્રાંગધ્રાના પથ્થર ઘડવાનું કામ કરતા કે ખાણ કામ કરતા કામદાર સીલીકોસીસના કારણે મૃત્યુ પામે છે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં સંસ્થા પાસે ઉપલબ્ધ આંકડા મુજબ ૬૫ કામદારો સીલીકોસીસથી મૃત્યુ પામ્યા છે અને ૯૮ કામદારો સીલીકોસીસથી પીડાઈ રહ્યા છે.

સીલીકોસીસથી મૃત્યુ અંગે બોર્ડ દ્વારા મળતી સહાયના દાવા અરજીમાં જીલ્લાની મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા વીવીધ વાંઢા વચકા કાઢી હેરાન પરેશાન કરવામાં આવે છે. સરકારી હોસ્પીટલમાં સીલીકોસીસ નીદાન માટે નીષ્ણાત તબીબ, સારવાર માટે જરૂરી દવાઓનો અભાવ છે, ઇનહેરલ પંપ આપવામાં ન આવવા, સીટી સ્કેન મશીન બંધ હોવું વીગેરે સમસ્યાઓનઓ સામનો પીડીતો કરી રહ્યા છે. સીલીકોસીસ અટકાવવા માટે જે કાયદાઓ છે તેનું પાલન થાય, કામદારોનો ઈ.એસ. આઈ ફાળો કાપવામાં આવે, તેમને ફેક્ટરી એક્ટ મુજબ ઓળખ કાર્ડ આપવામાં આવે, સીલીકોસીસ અટકાવવા માટેની જોગવાઇઓનો અમલ કરવામાં આવે જેવી બાબતોની રજૂઆત કરવામાં આવી.

કલેક્ટરશ્રીએ ખુબ સહાનુભુતીપુર્વક પીડીતોને સાંભળી ઘટતાં પગલાં લેવાની ખાતરી આપી. તેમણે નીદાન માટેના કેંપનું આયોજન કરવાની તૈયારી બતાવી અને ઇ એસ આઇ કાયદાનો અમલ થતો ન હોય ત્યાં પોતાનું ધ્યાન દોરવા સલાહ આપી. પીડીતોએ આ મુલાકત બદલ આનંદ અને સંતોષ વ્યક્ર્ત કર્યો.

Back to top button
error: Content is protected !!