MORBI:મોરબીના બાળકો માટે સુવર્ણ તક: ઇસ્કોન કઠવાડા દ્વારા ‘પુરુષોત્તમ માસ’ સ્પેશિયલ ઓનલાઇન કેમ્પનું આયોજન







MORBI:મોરબીના બાળકો માટે સુવર્ણ તક: ઇસ્કોન કઠવાડા દ્વારા ‘પુરુષોત્તમ માસ’ સ્પેશિયલ ઓનલાઇન કેમ્પનું આયોજન


આ ઉનાળામાં બાળકોના વ્યક્તિત્વને કૃષ્ણના પ્રેમ અને જ્ઞાનથી ઉજ્જવળ બનાવવા માટે ઇસ્કોન કઠવાડા દ્વારા એક વિશેષ ઓનલાઇન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો લાભ મોરબીના તમામ બાળકો તદ્દન નિઃશુલ્ક મેળવી શકશે.

આ ઓનલાઇન કેમ્પ આગામી તારીખ ૧૭ મે ૨૦૨૬, રવિવારથી શરૂ થઈ રહ્યો છે. ૫ થી ૧૭ વર્ષની વયના બાળકો આ કેમ્પમાં જોડાઈ શકે છે. જેમાં બાળકોને ભગવદ્દ ગીતાનું જ્ઞાન, કૃષ્ણ અને મહાભારતની પ્રેરણાદાયી વાર્તાઓ, શ્લોક કંઠસ્થ કરવાની રીત તેમજ અનેક આનંદદાયક પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. ભાગ લેનાર બાળકો ઇનામ પણ જીતી શકશે.
બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી:
મોરબી સ્થિત અતુલ વિષ્ણુ દાસના જણાવ્યા મુજબ, આ કેમ્પ થકી બાળકોમાં સકારાત્મક વિચારસરણીનો વિકાસ થશે. સાથે જ તેમનામાં સહનશીલતા, આત્મવિશ્વાસ, ધૈર્ય, પ્રેમ અને ગીતાના જ્ઞાનમાં વધારો થતા તેમનું મનોબળ મજબૂત બનશે.
આ ઉપયોગી કેમ્પમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરીને વોટ્સએપ ગ્રુપમાં જોડાવું:
https://chat.whatsapp.com/CFrFMSvwVVR5URtCXpJfGk?mode=gi_t
વધુ માહિતી માટે હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર, મોરબીના અતુલ વિષ્ણુ દાસનો ૭૦૧૬૭૦૭૭૫૬ નંબર પર સંપર્ક કરી શકાય છે. મોરબીના તમામ બાળકોને આ જ્ઞાનસભર કેમ્પમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.



