BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં મહાસુદ પુનમના દિવસે હરસિદ્ધિ માતા મંદિરે ભૂદેવો દ્વારા ધામધૂમ થી ઉજવણી કરાઈ

2 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા દ્વારા મંદિરે હવન સામુહિક આરતી કરાઈ.પાલનપુર દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલું તપોધન બ્રાહ્મણ વાસ નાકે આવેલું હરસિદ્ધ માતાના પૌરાણિક મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહા સુદ પૂનમ ના દિવસે હવન .શ્રીફળ હોમવા તેમજ સામુહિક આરતી . માતાજીની ધજા રોહણ કરાઈ હતી ભૂદેવો પરિવારો દ્વારા કરાઈ હતી જેમાં સમાજ ના આગેવા નો તેમજ અન્ય ભાવિકો હાજર રહ્યા હતા હરસિદ્ધ માતા નું મંદિર પ્રાગણમાં કરી ફુલહાર .લાઈટ ડેકોરેશન થી ઝગમગી ઉઠ્યું હતું
પાલનપુરમાં દિલ્હી ગેટ વિસ્તાર પાસે તપોધન સુથાર વાસ નાકે હરસિદ્ધ માતા મંદિર આવેલું છે આ મંદિર તપોધન બ્રાહ્મણ સમાજ ના આસ્થા નું શ્રદ્ધાનું કેન્દ્ર છે આ સમાજના કોઈપણ યુવાન યુવતીના લગ્ન બાદ આ નવદંપતી દર્શન કરવા અચૂક હાજરી આપે છે દર વર્ષની જેમ આ મહાવદ પૂનમ દિવસે હવન શ્રીફળ હોમવા આ દંપતિઓ હવન પૂજાનો લાભ પણ લે છે નવરાત્રીના દિવસોમાં અહીં મંદિરના પ્રાગણમાં ગરબાની પણ પરંપરા પ્રમાણે ઉજવણી કરવામાં આવે છે જોકે આ પૂનમના દિવસે હરસિદ્ધિ માતા મંદિર ના પ્રાગણમાં હવન ના આયોજન માં જેમાં ભૂદેવો દ્વારા મંત્રોચ્ચારથી વિધિ સર હવન શ્રીફળ હોમવાનું આવે છે તે વખતે સાંજના સમયે મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભૂદેવ હાજરી આપે છે જેમાં ધારાસભ્ય અનિકેત ઠાકર. પણ દર્શનનો લાભ લીધો હતો આ હવન ની આહુતી માં ઉજવણીમાં સમાજના તમામ ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી જેમાં આ સમાજના નવા વરાયેલા પ્રમુખ કલ્પેશભાઈ રાવલ ( વકીલ) આયોજનમાં મહત્વનો ફાળો આપ્યો હતો તેમ જ સમાજના અન્ય અગ્રણીઓમાં દેવેન્દ્ર રાવલ .દીપકભાઈ રાવલ. ચેતનભાઇ રાવલ. સુનિલ રાવલ મુકેશ રાવલ.ગૌરંગ રાવલ. હિતેન્દ્ર રાવલ. આશાબેન રાવલ. ભાવેશભાઈ. કિરણબેન રાવલ રાવલ.મુકેશભાઈરાવલ તમામ લોકો આ ધાર્મિક કામમાં જોતરાયા હતા સાંજના સમયે પ્રસાદ રૂપે નીલકંઠ મહાદેવ માં ભોજન તમામ તપોધન ભૂદેવ પરિવાર ભોજન ગ્રહણ કર્યું હતું જોકે આ નવીન ટ્રસ્ટ ના નિમણૂક થયા પછી નીલકંઠ મહાદેવ મંદિરનો વિવિધ કામગીરી નો વિકાસ માટે તમામ ટ્રસ્ટીઓ ભારે જેહેમત ઉઠાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!