TANKARA:ટંકારાના મિતાણા ડેમ પાસે જુગાર રમતા ૬ ઇસમો ઝડપાયા

TANKARA:ટંકારાના મિતાણા ડેમ પાસે જુગાર રમતા ૬ ઇસમો ઝડપાયા
ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે મિતાણા ડેમ નજીક નદી કાંઠે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રૂ. ૬૫,૧૦૦/- ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, ટંકારા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મિતાણા-વાલાસણ રોડ પર આવેલ ડેમની બાજુમાં નદી કાંઠે બાવળની ઝાડીમાં અમુક ઇસમો જાહેરમાં ગોળકુંડાળુ વાળી જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઘટનાસ્થળેથી જુગાર રમતા છ શખ્સોને પકડી પાડ્યા હતા.
ઝડપાયેલ આરોપીઓ:વિપુલભાઇ પુનાભાઇ બાંભવા (ઉ.વ. ૩૨, રહે. મિતાણા જુના ઝાપા પાસે, તા. ટંકારા) બાબુભાઇ રાણાભાઇ સોઢીયા (ઉ.વ. ૬૫, રહે. મિતાણા રામજી મંદીર પાસે, તા. ટંકારા) કિશોરભાઇ બાબુભાઇ દેણપીયા (ઉ.વ. ૬૪, રહે. માધાપર અમી એકઝોટીકા સોસાયટી, રાજકોટ; મુળ રહે. મિતાણા, તા. ટંકારા) સામતભાઈ પાલાભાઈ બાળા (ઉ.વ. ૩૦, રહે. મિતાણા રામજી મંદીર પાસે, તા. ટંકારા) રોહીતભાઇ વાસુરભાઇ બસીયા (ઉ.વ. ૩૮, રહે. મિતાણા મસ્જીદની બાજુમાં, તા. ટંકારા) સાજીદભાઇ આમદભાઇ ઠેબા (ઉ.વ. ૩૯, રહે. મિતાણા ચામુંડા હોટલ પાછળ, તા. ટંકારા) ટંકારા પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૬૫,૧૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી તેમની વિરૂદ્ધ જુગાર ધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








