TANKARA:ટંકારાના લજાઈ ગામે ઇસ્કોન ના ભક્તો દ્વારા હરે કૃષ્ણ હરે રામ ના નારા સાથે ભગવાન શ્રી જગન્નાથજી ની રથ યાત્રા નું આયોજન કર્યું
TANKARA:ટંકારાના લજાઈ ગામે ઇસ્કોન ના ભક્તો દ્વારા હરે કૃષ્ણ હરે રામ ના નારા સાથે ભગવાન શ્રી જગન્નાથજી ની રથ યાત્રા નું આયોજન કર્યું
અષાઢી બીજ ના પાવન પર્વ પર ઇસ્કોન ના ભક્તો દ્વારા ટંકારાના લજાઈ ગામમા મહા હરિનામ સંકીર્તન હરે કૃષ્ણ હરે રામ ના નારા સાથે ભગવાન શ્રી જગન્નાથજી ની રથ યાત્રા નું આયોજન કર્યું હતું
યાત્રા ની શરૂઆત માં લજાઈ ગામ ની દીકરીઓ દ્વારા સામયું કરી ને સ્વાગત કરવા માં આવ્યું અને યાત્રા દરમિયાન ગામ જનો એ ભગવાન ની આરતી કરી ભગવાન ને વિવિધ ફ્રૂટ ના ભોગ લગાવીયા આ ઉત્સવ નિમિતે લજાઈ ગામ ના વડીલો, માતાઓ અને બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ ને ભગવાન શ્રી જગન્નાથજી ના રથ ની રસી ખેંચી ને ભગવાન ને લજાઈ ગામ ની નગર ચર્ચા કરાવી આ ઉત્સવ ના સહયોગી દયારામ સાહેબ, ડી. પી. કોટડીયા સાહેબ, પ્રિતુલ વામજા, નયન વામજા અને સમસ્ત ગામે ભગવાન શ્રી જગન્નાથજી ના દર્શન કરી ધન્યતા અનુભવી
આ રથ યાત્રા શ્રીમાન ડો. અતુલ વામજા, શ્રીમાન રવિભાઈ ઠોરીયા દ્વારા સંચાલન કરવામાં આવી હતી