GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા પોલીસ ફરી ચર્ચામાં: હાઈ-પ્રોફાઈલ જુગારધામ પર ભુજ ક્રાઈમ બ્રાંચની ગુપ્ત રેઈડ, સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો

 

TANKARA:ટંકારા પોલીસ ફરી ચર્ચામાં: હાઈ-પ્રોફાઈલ જુગારધામ પર ભુજ ક્રાઈમ બ્રાંચની ગુપ્ત રેઈડ, સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો

 

ટંકારાના સજનપર ગામની સીમમાં બોર્ડર રેન્જ કચ્છ ભુજ પોલીસનો મોટો સપાટો: આલીશાન બંગલામાં ચાલતા હાઈ-પ્રોફાઈલ જુગારધામ પર ત્રાટકી ₹૪૪.૭૬ લાખના મુદ્દામાલ સાથે ૯ પતાપ્રેમી ઝડપાયા સ્થાનિક પોલીસ ની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા ફરી એક વાર ટંકારા પોલીસ સ્ટેશન જુગાર ને લઈ આખા ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યું

મોરબીના ઓમ વિલા બંગ્લોઝમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર પોલીસે દરોડો પાડી 9 પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા અને ₹44.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જે બંગલામાં જુગાર ચાલતો હતો તેનું લાઈટ બિલ પાછળ ભાજપ કનેક્શન સામે આવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.


ટંકારા તાલુકા હેઠળના સજનપર ગામની સીમમાં આવેલા એક આલીશાન બંગલામાં ચાલતા મોટા પાયાના જુગારધામ પર બોર્ડર રેન્જ ભુજ ક્રાઈમ-૨ ની ટીમે ગુપ્ત બાતમીના આધારે રેઈડ પાડીને સપાટો બોલાવ્યો છે. શનિવારની મોડી રાત્રે ઓમ વિલ્લા રેસીડેન્સીના બંગલા નંબર એ-૩ માં પાડવામાં આવેલી આ સફળ રેઈડમાં મોરબી, હળવદ અને ધ્રોલ પંથકના જાણીતા ૯ નામાંકિત શખ્સો તીન-પત્તીનો હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. પોલીસે ઘટનાસ્થળેથી ૨૪.૩૦ લાખ રૂપિયાની મસમોટી રોકડ રકમ, ૨ આલીશાન ફોર-વ્હીલર ગાડીઓ અને ૯ મોંઘા દાટ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૪૪,૭૬,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી સત્તાવાર વિગતો મુજબ, ક્રાઈમ-૨ બોર્ડર રેન્જ ભુજના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) રસિકભાઈ મનસુખભાઈ પટેલ અને તેમની ટીમ મોરબી વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તેઓને સચોટ અને ભરોસાપાત્ર બાતમી મળી હતી કે, મોરબીના પંચાસર રોડ પર રહેતો દેવશંકર હિંમતલાલ શિતાણી નામનો ઇસમ બહારથી મોટા જુગારીઓને બોલાવી, નાલ ઉધરાવીને સજનપર રોડ પર આવેલા ઓમ વિલ્લા બંગલા નંબર એ-૩ માં ગેરકાયદેસર જુગારધામ ચલાવી રહ્યો છે. બાતમી સચોટ હોવાથી પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજની કચેરીમાંથી જુગાર ધારા અધિનિયમની કલમ-૬ મુજબનું કાયદેસરનું સર્ચ વોરંટ મેળવીને બે સ્વતંત્ર પંચોની હાજરીમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.


પોલીસે બંગલાની અંદરથી ગોળ કુંડાળું વળીને જુગાર રમતા ૯ શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ અને અન્ય વસ્તુઓ કબજે કરી છે:

હાર્દિકભાઈ લાભુભાઈ માકાસણા (રહે. ચરાવડા દેવડીયા રોડ, તા. હળવદ, જી. મોરબી) – અંગ ઝડતી રોકડ ₹૧,૫૦,૦૧૦/- તથા સેમસંગ ગેલેક્સી A-54 ફોન અને ક્રેટા કાર.

જયેશભાઈ કાનજીભાઈ પડસુંબીયા (રહે. પ્રમુખ સોસાયટી, પંચાસર રોડ, મોરબી) – અંગ ઝડતી રોકડ ₹૨,૯૦,૫૦૦/- તથા એપલ આઇફોન ૧૨ અને મારુતિ વિક્ટોરિયા કાર.

ઉત્તમભાઈ દલસુખભાઈ ધુમલીયા (રહે. કુબેરનગર-૨, ત્રીલોકધામ, નવલખી રોડ, મોરબી) – અંગ ઝડતી રોકડ ₹૪,૮૫,૫૦૦/- તથા એપલ આઇફોન ૧૪ પ્રો.

નરોતમભાઈ વિરજીભાઈ ફેફર (રહે. વિવેકાનંદ સોસાયટી, રવાપર રોડ, મોરબી) – અંગ ઝડતી રોકડ ₹૪,૫૦,૦૦૦/- તથા ઓપો મોબાઈલ.

અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી (રહે. ગંજાનંદ સોસાયટી, ખારવા રોડ, ધ્રોલ, જી. જામનગર) – અંગ ઝડતી રોકડ ₹૩,૧૫,૨૯૦/- તથા ઓપો A-3 મોબાઈલ.

રાજેશભાઈ કરશનભાઈ ભીમાણી (રહે. નેસડા સુરજી, તા. ટંકારા, જી. મોરબી) – અંગ ઝડતી રોકડ ₹૨,૪૦, ૫૦૦/- તથા ઓપો F-21 મોબાઈલ.

ચેતનભાઈ ધીરજલાલ ચિકાણી (રહે. શક્તિ સોસાયટી, ફ્લેટ નં-૩૦૧, મોરબી) – અંગ ઝડતી રોકડ ₹૧,૬૨,૦૦૦/- તથા સેમસંગ અલ્ટ્રા-૨૪ મોબાઈલ.

જીગ્નેશભાઈ ડાયાભાઈ કાચરોલા (રહે. ન્યુ ચંદ્રેશ સોસાયટી, શેરી નં-૩, મુન નગર, મોરબી) – અંગ ઝડતી રોકડ ₹૧,૫૦, ૦૦૦/- તથા નોકિયા કીપેડ ફોન.

દેવશંકર હિંમતલાલ શિતાણી (મુખ્ય સૂત્રધાર) (રહે. રાજનગર, પંચાસર રોડ, મોરબી) – અંગ ઝડતી રોકડ ₹૯,૦૦૦/- (જુગારની નાલના પૈસા) તથા ઓપો A-58 મોબાઈલ.

જપ્ત કરાયેલ કુલ મુદ્દામાલની વિગતો
કુલ રોકડ રકમ: ₹ ૨૪,૩૦,૮૦૦/- (જેમાં આરોપીઓની અંગ ઝડતી અને જુગારના પટમાંથી મળેલા ₹૧,૭૮,૦૦૦/- નો સમાવેશ થાય છે).


કિંમતી વાહનો (₹ ૨૦,૦૦,૦૦૦/-): હ્યુન્ડાઈ ક્રેટા કાર (GJ-36-AF-6562) અને મારુતિ સુઝુકી વિક્ટોરિયા કાર (GJ-36-AR-0429). મોબાઈલ ફોન: કુલ ૦૯ નંગ કિંમતી સ્માર્ટફોન (કિંમત ₹ ૪૬,૦૦૦/-). ગંજીપાના (૫૨ નંગ), પાથરણું તેમજ ઘટનાસ્થળેથી શૈલેષભાઈ લક્ષ્મણભાઈ માકાસણાના નામનું બંગલાનું લાઈટ બિલ પણ જપ્ત કરાયું છે.

આ હાઈ-પ્રોફાઈલ રેઈડ બાદ બોર્ડર રેન્જ ભુજ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જુગાર અટકાયત અધિનિયમની કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધી ટંકારા પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નોંધાવી . આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને બંગલાના માલિકની સંડોવણી અંગે વધુ તપાસ ટંકારા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ભાવેશભાઈ દિનેશભાઈ ભટ્ટ ચલાવી રહ્યા છે.

સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચ ની છે આવડો મોટો જુગારધામ બહારની પોલીસે પકડી પાડયો તો જીલ્લા પોલીસ શું કરતી હતી એ મોટો સવાલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા મા કાયદો અને વ્યવસ્થા ની સ્થિતી ભારે કથળી છે ખુલ્લે આમ મારપિટ ચિલ્લ ઝડપ ચોરી છેડતી સહિતના બનાવો રોજીંદા બન્યા છે પોલીસ ફરીયાદ નોંધવાની તસ્દી પણ ન લેતી હોવાની રાવ ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!