TANKARA:ટંકારાના વીરપર ગામે રહેણાંક મકાનમાં પોલીસનો દરોડો: ૧૪૦ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર







TANKARA:ટંકારાના વીરપર ગામે રહેણાંક મકાનમાં પોલીસનો દરોડો: ૧૪૦ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર


મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ટંકારા પંથકમાં દારૂના દૂષણને ડામવા માટે મોટી કાર્યવાહી કરી છે. ટંકારા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વીરપર ગામે આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેઇડ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વીરપર ગામે રેઇડ દરમિયાન મકાનની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૪૦ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા ૨૯,૦૦૦ આંકવામાં આવી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.
પોલીસની રેઇડ દરમિયાન મકાન માલિક અને મુખ્ય આરોપી મેરૂભાઈ બચુભાઈ ઉધરેજા (રહે. વીરપર, તા. ટંકારા) સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. આરોપી પોલીસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
આ મામલે પોલીસે મુદ્દામાલ કબજે કરીને ફરાર થઈ ગયેલા આરોપી મેરૂભાઈ ઉધરેજા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ (દારૂબંધી ધારા) હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


