GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા બાકી પગાર માંગવા ગયેલા યુવાન પર સ્પિનિંગ મિલના મેનેજરનો હુમલો

 

TANKARA:ટંકારા બાકી પગાર માંગવા ગયેલા યુવાન પર સ્પિનિંગ મિલના મેનેજરનો હુમલો

 

​ટંકારા: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામના એક યુવાનને પોતાનો બાકી નીકળતો પગાર માંગવો ભારે પડ્યો છે. ટંકારાના નસીતપર ગામ પાસે આવેલી ધરતી સ્પિનિંગ મિલના મેનેજરે પગારના પૈસા માંગતા યુવાનને જાતિસૂચક અપશબ્દો કહી ધોકા વડે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.



​મળતી માહિતી મુજબ, પડધરીના ખામટા ગામે રહેતા અને એચ.આર. (HR) મેનેજર તરીકે નોકરી કરતા વિજયભાઈ કાનજીભાઈ વાઘેલા (ઉ.વ. ૨૯) એ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરીયાદી જણાવ્યા અનુસાર વિજયભાઈને ટંકારાના નસીતપર પાસે આવેલી ધરતી સ્પિનિંગ મિલમાં તેમના પગારના નાણાં લેવાના બાકી હતા.
​આ બાકી રકમ બાબતે તેમણે મિલના મેનેજર સંતોષભાઈ પટેલને ફોન કર્યો હતો.​પગારની ઉઘરાણી કરતા મેનેજર સંતોષભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને આ વાત ગમી નહોતી.​ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, આરોપી સંતોષભાઈ પટેલ ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું જાણતા હોવા છતાં, તેમને ફોન પર અને રૂબરૂમાં જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી હતી. એટલું જ નહીં, આરોપીએ વિજયભાઈને ધોકા વડે બેફામ માર મારી શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડી હતી.
​પોલીસ કાર્યવાહી: ટંકારા પોલીસે વિજયભાઈની ફરિયાદના આધારે આરોપી મેનેજર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે

Check Also
Close
Back to top button
error: Content is protected !!