GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના લજાઇ ચોકડી નજીક કારખાના (ગોડાઉન)માં જુગાર રમતા ૬ ઈસમો ઝડપાયા

TANKARA:ટંકારાના લજાઇ ચોકડી નજીક કારખાના (ગોડાઉન)માં જુગાર રમતા ૬ ઈસમો ઝડપાયા

 

 

ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. દરમ્યાન પો.હેડ કોન્સ. જસપાલસિંહ જાડેજા, તથા પો.કોન્સ કૃષ્ણરાજસિંહ ઝાલાને સયુંકતમાં અગાઉથી ખાનગી બાતમીરાહે ચોકક હકિકત મળેલ કે, નરેશભાઇ ઇશ્વ્વરભાઇ પટેલ રહે. મોરબી રામકો બંગ્લોઝ પાછળ વાળાએ લજાઇ ગામની સીમ લજાઇ ચોકડી પાસે આવેલ વિશ્વા પોલીપેક નામના કારખાના સામે નામ વગરનું કારખાનુ (ગોડાઉન) ભાડેથી રાખી તે ગોડાઉન (કારખાનામાં) બહારથી માણસો બોલાવી ગે.કા રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરીપાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-પર તથા રોકડ રૂ.૧,૬૩,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬ કી.રૂ. ૩૦,૦000/- તથા કાર કી.રૂ.૫,૦૦,૦૦/- મળી કુલ કી.રૂ. ૬,૯૩,૦૦૦/- નો મુદામાલ સાથે ઝડપી લીધા

(૧.)નરેશભાઇ ઇશ્વરભાઈ ચાપાણી રહે મોરબી (ર.)ધનજીભાઈ ગોરધનભાઈ બરાસરા રહે. મોરબી(3.)પ્રભુભાઇ નરભેરામભાઇ દેત્રોજા રહે. મોરબી (૪.) મહાદેવભાઇ નરશીભાઇ રંગપરીયા  રહે. ઘુનડા (સજનપર) (૫.)વાઘજીભાઇ બચુભાઈ રંગપરીયા રહે. નવાગામ (લખધીરનગર) તા.જી.મોરબી(૬) અમૃતભાઇ પીતામ્બરભાઈ જીવાણી રહે. મોરબી ઝડપી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. પોલીસ ઇન્સેકટર કે.એમ.છાસીયા તથા ASI ભાવેશભાઇ વરમોરા HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, હરપાલસિંહ ઝાલા, PC પંકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા, તથા PC રૂતુરાજસિંહ જાડેજા DYSP કચેરી વાંકાનેર નાઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ..

Back to top button
error: Content is protected !!