GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારામા સ્માર્ટ મીટર નો વિરોધ, આપના કાર્યકરો એ કાગારોળ મચાવતા વિજ કર્મીઓ ધીમે પગલે સરકી ગયા.

TANKARA:ટંકારામા સ્માર્ટ મીટર નો વિરોધ, આપના કાર્યકરો એ કાગારોળ મચાવતા વિજ કર્મીઓ ધીમે પગલે સરકી ગયા.

 

 


સોમવારે ૧૪ એપ્રિલે આંબેડકર જયંતિ હોવાથી શહેરમા શોભાયાત્રા હોવાથી મોટાભાગના શહેરીજનો કાર્યક્રમ જોવા મા હોવાથી બજારોમા ચહલપહલ આછી હોવાથી વિજ તંત્ર દ્વારા એકાએક અગાઉ થી કોઈ વિજ વપરાશકાર ગ્રાહકો ને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર બદલવા કામગીરી આરંભવા દુકાનદારો પાસે પહોંચતા આપ ના કાર્યકરો લોક રોષ ને વેગ આપવા પહોંચી વિરોધ સાથે આક્રોશ ઠાલવતા વિજ તંત્ર ના કર્મચારીઓ લોકો નો વિરોધ ભર્યો આક્રોશ પારખી સ્માર્ટ મીટર બદલ્યા નિકળી ગયા હતા.

Oplus_16908288

સોમવારે આમ તો સરકારી કચેરીઓમા રજા હોવાથી ઈમરજન્સી સેવા આપતી કચેરીઓમા પણ અરજદારોના કામો ને ખો અપાતી હોય છે. ત્યારે ૧૪ મી એપ્રિલે લગભગ શહેરોમા આંબેડકર જયંતિ ની ઉજવણી થતી હોય છે એ પ્રમાણે ટંકારામા આંબેડકર જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા નિકળી હોય મોટાભાગના લોકો કાર્યક્રમ માણવા જોવા મા લીન હોવાથી બજારમા ચહલપહલ નહીવત હોય એ ટાંકણે વિજ તંત્ર ના કર્મચારીઓ મેઈન બજાર મા દુકાનદારો ને આગોતરા જાણ કર્યા વગર સ્માર્ટ મીટર બદલવા કામગીરી આરંભવા લાગ્યા હતા એ વખતે ગ્રાહકો કચવાટ અને રોષ સાથે ગોકીરો કરી રહ્યા હતા. ગ્રાહકો ને પરાણે સ્માર્ટ મીટર ધાબડી રહ્યા ના વાવડ થી આપ ના પ્રમુખ પ્રકાશ દુબરીયા, વેપારી સેલ ના પ્રમુખ ધર્મેશભાઈ કક્કડ, લઘુમતી સેલના ફિરોઝભાઈ સહિતના આપ ના કાર્યકરો સ્થળ પર પહોંચી ગયા હતા અને લોકોને પરાણે સ્માર્ટ મીટર નો વિરોધ કરી લોકસમુદાય ની લાગણી સાથે દમન બંધ કરવા હલ્લાબોલ રજુઆત કરી મુકતા લોકોના આક્રોશ પારખી વિજ કર્મચારીઓ સ્માર્ટ મીટર બદલ્યા વગર ધીમે પગલે સરકી ગયા હતા.

Back to top button
error: Content is protected !!