AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં BTS પાર્ટીએ નગરપાલિકાનો વિરોધમાં આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં ભારત આદિવાસી સંવિધાન સેના (BTS) દ્વારા નગરપાલિકાનાં વિરોધમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે.આ આવેદનપત્ર ડાંગ જિલ્લાના પ્રમુખ નિલેશ ઝાંબરેની આગેવાની હેઠળ સુબીર તાલુકા વિકાસ અધિકારીને આપવામા આવ્યુ હતુ.આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ડાંગ જિલ્લાની 98% વસ્તી આદિવાસી છે.અને આ વિસ્તાર ભારતનાં બંધારણની પાંચમી અનુસૂચિ હેઠળ આવે છે.તાજેતરમાં કેટલાક બિન-આદિવાસી તત્વો દ્વારા નગરપાલિકા વિસ્તારોમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે બેઠકોની માંગણી અને આદિવાસીઓ માટે આરક્ષિત બેઠકોને સામાન્ય (જનરલ) વર્ગમાં ફેરવવાની હિલચાલ ચાલી રહી છે.આદિવાસી સંવિધાન સેનાએ જણાવ્યું કે તેઓ ઓબીસી સમાજનું સન્માન કરે છે, પરંતુ ડાંગ જિલ્લો પાંચમી અનુસૂચિ વિસ્તાર હોવાથી, આદિવાસીઓના હક્કોમાં કોઈપણ પ્રકારનો ઘટાડો ગેરબંધારણીય ગણાશે.એસટી અનામત બેઠકોને સામાન્ય વર્ગમાં ફેરવવી અથવા બહારથી આવેલા લોકોને હક્ક આપવો એ આદિવાસીઓના હિતો માટે ગંભીર ખતરો છે.આ સંસ્થાએ રાજ્ય સરકારને આ મુદ્દાને ગંભીરતાથી લઈને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરી છે.જો સરકાર દ્વારા તરત જ પગલાં લેવામાં નહીં આવે તો, આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકાર તથા વહીવટી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!