MORBI:મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનો ૧૭ મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો




MORBI:મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનો ૧૭ મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા 17મો સરસ્વતી સન્માન સમારોહ મહેન્દ્રનગર રામવાડી ખાતે યોજવામાં આવ્યો. આ સરસ્વતી સન્માન સમારોહમાં 240 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના માર્કશીટ રજૂ કર્યા હતા. દરેક વિભાગમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર 97 વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન સમારોહમાં આહીર સમાજના 6 નિવૃત્ત કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આહીર સમાજના નવનિયુક્ત ક્લાસ વન ટુ અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સંપૂર્ણ કાર્યક્રમના સહયોગીદાતા ચાવડા વિક્રમભાઈ ધીરુભાઈ તરફથી સંપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માતૃશ્રી રામબાઇમાની જગ્યાના સંત શ્રી પ્રભુદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરી બેન તેમજ રામબાઈ માં આશ્રમ મયુર નગરના મહંતા વ્રજ કિશોરીબેનના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આહીર સમાજના અધિકારીઓ જયશ્રીબેન જરૂ, નિર્મળભાઈ ગોગરા, ઇલાબેન ચૌહાણ, તેમજ આશિષભાઈ મિયાત્રા દ્વારા કારકિર્દીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સમાજના અગ્રણીઓ લાખાભાઈ જારીયા, ચંદુભાઈ હુંબલ, અમુભાઈ હુંબલ તેમજ ચંદુભાઈ લાવડીયા, અશ્વિનભાઈ ડાંગર, વિપુલભાઈ ગરચર, ભાવિકભાઈ જારીયા, ભુપેન્દ્રભાઈ જારીયા, સીતાબેન હુંબલ, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, ડૉ.રામભાઈ વારોતરિયા,મહેન્દ્રભાઈ કચોટ તેમજ અજયભાઈ ડાંગર વગેરેએ હાજરી આપી સ્ટેજ શોભાવ્યું હતું. મંચસ્થ મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના મંત્રી મહેશભાઈ ડાંગર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મંડળના ખજાનચી એવા ગૌરાંગભાઈ ગોહેલ દ્વારા મંડળના કાર્યનો પરિચય કરાવવામાં આવ્યો હતો. મંડળના કારોબારી સભ્ય શ્રી શિલ્પાબેન રાઠોડ દ્વારા આભાર વ્યક્ત કરવામાંઆવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કારોબારી મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના સહમંત્રી એવા રાજેશભાઈ મંઢ તથા રમેશભાઈ છૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ દ્વારા તમામને બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.


