GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના તળાવીયા શનાળા વોકળા નજીકથી અજાણ્યા યુવકની લાશ મળી..
MORBI મોરબીના તળાવીયા શનાળા વોકળા નજીકથી અજાણ્યા યુવકની લાશ મળી..
મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામથી વાકળા જવાના માર્ગે ખેતરમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામથી વાકળા જવાના માર્ગે કેશવજીભાઇ જુઠાભાઈ ચીખલીયાના ખેતરમાથી અજાણ્યો પુરુષ ઉ.વ.૨૫ થી ૩૫ (જેના જમણા હાથમાં અંગ્રેજીમા D S ત્રોફાવેલ છે જેના પર લીટીત્રોફાવેલ છે) યુવક મૃત હાલતમાં મળી આવતા મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને હાલ અજાણ્યા યુવકની ઓળખ મેળવવા મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.