MORBI:મોરબીના ખાખરાળા ગામે તાલુકા શાળાનો સો વર્ષ પૂરાં થતાં શતાબ્દી મહોત્સવ યોજાયો!
MORBI:મોરબીના ખાખરાળા ગામે તાલુકા શાળાનો સો વર્ષ પૂરાં થતાં શતાબ્દી મહોત્સવ યોજાયો!
ગુરૂ વંદના, સન્માન સમારોહ અને સ્નેહ મિલન નો ત્રીવેણી કાર્યક્રમ યોજાયો!
રીપોર્ટ: શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી તાલુકાના ખાખરાળા ગામે તાલુકા શાળા નાં ૧૦૦ વર્ષ પૂર્ણ થતા તાલુકા શાળા અને ગ્રામજનોએ શતાબ્દી મહોત્સવ નું આયોજન કર્યું હતું. જેમાં ગુરુ વંદના, સન્માન સમારોહ અને સ્નેહ મિલન જેવા ત્રિવેણી કાર્યક્રમ યોજાઈ ગયા અને જે સમગ્ર ગામનો કાર્યક્રમ હોય કાર્ય કર્મના સ્થળે હકળે ઠઠ જન્મમેદની ઉપડી હતી. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી બાદ આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ગયેલા શિક્ષકો અને તેના પરિવારનું ગુરુ વંદના સન્માન કરાયું હતું. શાળાના બાળકોએ સાંસ્કૃતિક તેમજ સંતવાણીના તેજ કાર્યક્રમ રજૂ કર્યા હતા. જેને હાજર લોકોએ તાલીઓના ગડગડાટથી થી વધાવી લીધા હતા.આ શાળામાં ભણીને ડોક્ટર, પોલીસ કે ફોરેસ્ટ જેવા મહત્વના હોદ્દા ઉપર પહોંચ્યા તેવા ગ્રામજનોના પણ સન્માન થયા. પ્રભાત ફેરી અને અન્ય સામાજિક પ્રવૃત્તિ ચલાવતા સામાજિક કાર્યકરો નાં સન્માન થયા. સહકારી આગેવાન અને ખાખરાળા ગામના વતની મગનભાઈ વડાવીયા, સંત ભાણદેવ, પેન્શન કર્મચારી મંડળના પ્રમુખ જીવણભાઈ, નવયુગ વિદ્યાલય ના સુપ્રીમો પી.ડી. કાંજિયા ના પિતાશ્રી ધનજીભાઈ કાંજિયા, શિક્ષણ અધિકારી અંબાલીયા, કથાકાર દિલીપભાઈ પૈજા, ગામના સરપંચ નાગદાનભાઈ સવસેટા ગામની શાળાનું ઋણ ચૂકવવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ખાખરાળા ગામ સાડા ત્રણસો વર્ષ પહેલાંનું જૂનું ગામ છે. આ ગામમાં તારીખ ૨-૫-૧૯૨૫ નાં રોજ એક શિક્ષક થી પ્રાથમિક શાળાની શરૂઆત થઈ હતી જે આજે તાલુકા શાળા બની ચૂકી છે. જેને ૧૦૦ વર્ષ પુરા થતાં આ કાર્યક્રમ યોજાયો છે. અને આ ગામના ગ્રામજનો જ્યાં જ્યાં રહેતા હતા ત્યાંથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે ગામના યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા બારે જેમ જ ઉઠાવી હતી.