GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના નવાબસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈને ઉભેલ દિકરીને એસટી બસના ચાલકે હડફેટે લીધી; પગ પર પૈડું ફરી વળતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત

MORBI:મોરબીના નવાબસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈને ઉભેલ દિકરીને એસટી બસના ચાલકે હડફેટે લીધી; પગ પર પૈડું ફરી વળતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત

 

 

મોરબી નવા બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈને ઉભેલ એક દિકરીને ફુલ સ્પીડમા આવી રહેલ એક એસ.ટી. બસના ચાલકે હડફેટે લઈ લેતા ગંભીર ઈજા થઈ છે, અને પગમાં પૈડું ફરી વળતાં ગંભીર ઇજા પહોંચી છે. જે મામલે એસ.ટી. બસના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા ગૌતમભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ (ઉ.વ.૩૮) એ આરોપી મોરબી ખેતરડી રૂટની એસ.ટી બસના જેના રજી.નંબર GJ-18-Z -5451 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળી મોરબી ખેતરડી રૂટની એસ.ટી બસ જેના રજીસ્ટર નંબર- GJ-18- Z-5451 વાળીના ચાલકે પુર ઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારીથી રીતે ચલાવી લાવી ફરીયાદીની દીકરી નેહાબેનના ડાબાપગ ઉપર બસનુ આગળનુ વિલ ચડાવી દેતા ડાબા પગના અંગુઠામા ફેકચર જેવી ગંભીર ઇજા તથા અંગુઠાની બાજુની બન્ને આંગળી ના નખ નિકળી જતા ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપી વિરુદ્ધ આગળ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!