WAKANER:વાંકાનેરના અગાભી પીપળીયા ગામે માસૂમ બાળકીનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી કરુણ મોત




WAKANER:વાંકાનેરના અગાભી પીપળીયા ગામે માસૂમ બાળકીનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી કરુણ મોત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામની સીમમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં રમતા-રમતા દોઢ વર્ષની માસૂમ બાળકી પાણીની કુંડીમાં પડી જતાં તેનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આ બનાવને પગલે શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ અગાભી પીપળીયા ગામની સીમમાં વાડીમાં રહીને ખેત મજૂરી કરતા કલમભાઈ ગુંડિયાની દોઢ વર્ષની પુત્રી નૈયા આજે પોતાના ભાઈ-બહેનો સાથે વાડીમાં આવેલી ઓરડી પાસે રમી રહી હતી. આ દરમિયાન રમતા-રમતા બાળકી અચાનક નજીકમાં આવેલી પાણીની કુંડીમાં ખાબકી હતી.
માસૂમ બાળકી ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતા જ પરિવારજનો દોડી આવ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતના ગુનાની નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



