MORBIMORBI CITY / TALUKO

હવે બેંક લૂંટવા બંદૂક,બુકાની કે અંધારા ની જરૂર નથી. ધોળા દિવસે લૂંટી શકો છે, મોરબી RDC બેંક નો ચકચારી કિસ્સો

બેંક મેન્યુઅલ અને ગોપનીયતા નો ભંગ કરી RBI ની ગાઈડલાઇન્સ ના લીરે લીરા ઉડાડ્યા.

 

માણસ પોતાની પૈસા ઘરેણા ચોરી ન થઈ માટે સૌથી સુરક્ષિત જગ્યા બેંક મા મૂકતો હોય જ્યાં તેની માહિતી ખાનગી રેતી હોય છે. ચૂંટણી બુથ પસી કોઈ સેન્સીટીવ જગ્યા હોઈ તો તે બેંક છે પરતુ જો તમે RDC બેંક ના ખાતેદાર છો તો તમારી આ સલામતી પણ સુરક્ષિત નથી

 

 

સૌરાષ્ટ્ર મા મોટેભાગે ખેડૂતવર્ગ RDC બેંક સાથે હોય છે જેમાં તે પોતાની ખેતીની આવક જમા ઉધાર કરતા હોય , ખેડૂત પાસે મોટી રકમ ત્યારે જ આવે જ્યારે તે જમીન લેતી દેતી કરતો હોય,

મોરબી મધ્યે આવેલી માર્કેટિંગ યાર્ડ RDC બેંકમાં ખાતાધારકે બેંક સામે જ બેંક મેન્યુઅલ અને ગોપનીયતા નો ભંગ કરી RBI ની ગાઈડ લાઇન ના લીરે લીરા ઉડાડ્યા છે જે માટે ખાતાધારકે બેંક મેન્યુઅલ અને ગોપનીયતા ભંગ માટે સિદ્ધાંતિક પુરાવા સાથે ધારદાર અરજી કરી બેંક નો ખુલાસો માંગ્યો છે ,બેંક ની કર્મચારીની મીલીભગત વિના આ કાંડ શક્ય નથી જો બનાવ ની ગંભીરતા જોઈ યોગ્ય કાર્યવાહી ન થાય તો RDC બેંક ને RBI સુધી ઢસડી જવા ની તૈયારી બતાવી છે.

સમગ્ર કાંડ ની વિગત એવી છે કે RDC બેંક મોરબીના ખાતા ધારકે તા ૧૪/૧૦/૨૨(શુક્રવાર) ના ચેકબુક માટે અરજી આપી શનિ અને રવિવારે બેંક મા રજા હોઈ જેથી કોઈ ત્રાહિત ઇસમ દ્વારા એજ ખાતાધારક ની ચેકબુક માટે તા ૧૭/૧૦/૨૨ના રોજ અરજી આપી જેની ખાતાધારક ને જાણ પણ નથી બેંકના કર્મચારી દ્વારા આ અરજી સ્વીકારી પણ લીધી

ખાતાધારક ને તેને આપેલ તારીખ ૧૪ ની ચેકબુક ઘરે ન પહોચતા ૨/૧૧/૨૨ ના રોજ બેંક જઈ ચેકબુક ની માંગણી કરી પહેલા તો બેંક કર્મચારી દ્વારા ચેકબુક લઈ ગયા નું રટણ કર્યું પસી ઊગ્ર રજુવાત કરતા પોતાની પાસે અલગ થી રાખેલ ચેકબુક આપી

આ બાબતે ખાતાધારક ચેકબુક રીસીવ રજિસ્ટર મા સહી કરવા જતા જોયું કે કોઈ ત્રાહિત ઇસમ અગાઉથી થી પહેલા તેની સહી બાદ માં ચેકો મારી કોઈ ત્રાહિત ઇસમ નું નામ લખી તારીખ ૧૮/૧૦/૨૨ના જ ચેક બુક લઈ ગયો જેને બેન્ક દ્વારા આપી પણ દેવામાં આવી

મામલો શંકાસ્પદ લગતા ખેડૂત ખાતાધારકે બેંક સ્ટેટમેન્ટ કાઢતા તેના ખાતામાં તેની જાણ બહાર કરોડો નું ટ્રાજેક્શન થઈ ગયું માલૂમ થયું, જેથી ખાતાધારકે હોબાળો કર્યો અને CCTV ચેક માટે બેંક કર્મચારી ને કીધું RTI અરજી માટે પણ કીધું, પરતુ બેંક કર્મચારી જાણે ચોર કી દાઢી મેં ટીનકા જેવો વ્યવહાર કર્યો અને બેંક ના કસ્ટમર ને મદદ કરવાના બદલે સમય કાઢ્યો જેથી CCTV ફૂટેજ નાશ થઈ જાય, જો CCTV ચેક થાય તો મુખ્ય માસ્ટર માઇન્ડ ના ચહેરો ખુલી જાત અને સમગ્ર કાંડ બહાર આવેત.

લાંબા સમય બાદ એટલે કે CCTV નાશ થઈ જાય પસી બેંક મેનેજરે પોલીસ અરજી થતા દાખલો લખી આપ્યો કે ખાતા ધારકને મળેલ ચેકબુક માં જૂની તારીખ માં સહી લીધી તથા ચેકબુક મળે તે પહેલાં જ ટ્રજેકશન થઈ ગયા છે.

સામાન્ય કેસમાં બેંક ૧૦ લાખ થી વધુની રકમમાં ખાતાધારક ને ફોન કરી જાણ કરતા હોય છે જયારે આ કેસ મા કોઈ જણ કરાઈ ન હતી તથા ટ્રાન્જેક્શન ના સમય ગાળો પણ ૨ મિનિટ જેટલો છે RDC બેંક ની કામગીરી જાણે વાળ જ ચીભડા ગળતી હોય તેવી છે

આમ RDC બેંક મોરબી એ તમામ એકાઉન્ટ ધારકો ની વિશ્વસનિયતા પર ઘા કર્યા છે તથા આ  ટ્રાન્જેક્શન જેની પેઢી માં થયું તેના ઉપર મોરબી કોર્ટમાં અનેક છેતરપીંડી અને ચેક બાઉન્સ (કલમ ૧૩૮) ના કેસ ચાલે છે, તથા આ કાંડ ના તાર ૨૦૧૮ મા થયેલ ગુજરાત જમીન વિકાસ બોર્ડ ના હજારો કરોડ ના કોભાંડ સાથે જોડાયેલ છે.

વધુ આવતા આંકે (ક્રમશ)

Back to top button
error: Content is protected !!