GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મકરાણીવાસ નજીક રામઘાટ પાસેથી ચોરાઉ બાઇક સાથે રીઢો ચોર ઝડપાયો 

 

MORBI:મોરબીના મકરાણીવાસ નજીક રામઘાટ પાસેથી ચોરાઉ બાઇક સાથે રીઢા ચોર ઝડપાયો

 

મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપેલ હોય કે મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસને આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા, એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પો.હેડકોન્સ હિતેષભાઇ ચાવડા તથા જયદીપભાઇ દેવસુરને ખાનગીરાહે બાતમી મળેલ કે વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે આરોપી કાળુભાઇ જાલમભાઇ જહરૂભાઇ દેહુધા મૂળ મધ્યપ્રદેશ નો વતની હાલ, મોરબીના મકરાણીવાસ રામઘાટ પાસેથી મળી આવતા તેના પાસે મોટર સાયકલના કાગળો નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીનુ હોવાનુ સામે આવ્યું હતું. જેથી આરોપી કાળુભાઇ જાલમભાઇ જહરૂભાઇ દેહુધા ઉવ.૨૪ રહે.માટેલ ગામ સંજયભાઇ ભરવાડના મકાનમાં ભાડે તા.વાંકાનેર મુળ રહે.જશોદા તા.પારા જી.જાંબવા(એમ.પી) વાળાની અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકે સોપવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ રીઢો વાહન ચોર આરોપી વિરુદ્ધ મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ મથકમાં ૬ જેટલા ચોરીના ગુના નોંધાયેલ છે, હાલ આરોપીને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!