GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત ત્રણ ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે

MORBI:મોરબી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત ત્રણ ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે

 

 

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમો તથા એક મહીલા મળી કુલ- ૦૩ ઈસમોને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જેલ હવાલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.

Oplus_131072

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાઓએ પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ બે ઇસમો તથા એક મહીલા વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનની પ્રવુતી સાથે સંકળાયેલ બે ઇસમો તથા એક મહીલાના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે સામાવાળાઓને સત્વરે અટકાયત કરવા માટે મોરબી જીલ્લા પોલીસની ટીમો બનાવી આરોપીઓ ને ડીટેઇન કરી સાગરભાઇ કાંતિભાઇ પલણ (ઉવ-૩૨) રહે.મોરબી જલારામ પાર્ક, બ્લોક ન.૧૫ નવલખીરોડ, સેન્ટમેરી સ્કુલની પાછળ મોરબીવાળાને જીલ્લા જેલ જુનાગઢ તથા મહેબુબભાઇ ઉર્ફે મેબલો સુલેમાનભાઇ સુમરા (ઉ.વ.૩૧) રહે. મોરબી વીસીપરા રણછોડનગર જલારામ પાર્ક પાછળ તા.જી. મોરબીવાળાને મધ્યસ્થ જેલ વડોદરા અને સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કટીયા (ઉ.વ.૪૦) રહે. માળીયા વનાળીયા સોસાયટી મોરબીવાળાને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે.

Back to top button
error: Content is protected !!