GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના માંડલ નજીકથી ઇકો કારમાં પશુને ક્રુરતાપૂર્વક બાંધીને લઇ જતા ત્રણ ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના માંડલ નજીકથી ઇકો કારમાં પશુને ક્રુરતાપૂર્વક બાંધીને લઇ જતા ત્રણ ઈસમો ઝડપાયા

 

 

હળવદ તરફથી આવતી ઇકો કારને મોરબીના માંડલ ગામ નજીક રોકી ઇકો કારમાં તલાશી લેતા ક્રુરતાપૂર્વક એક પાડાને બાંધીને રાખવામાં આવ્યો હતો જેથી ગૌરક્ષકોની ટીમે ત્રણ ઇસમોને ઝડપી લઈને વાહન સહિતનો મુદામાલ પોલીસ મથકને સોપ્યો હતો

હળવદથી મોરબી તરફ એક ઇકો કારમાં અબોલ જીવને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી મળતા ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને અને વહેલી સવારે મોરબીના માંડલ ગામ નજીક ઇકો કાર આંતરી લઈને રોકીને ચેક કરતા ક્રુરતાપૂર્વક મોઢું અને હાથ પગ બાંધીને જીવ નંગ એક પાડાને દોરડેથી બાંધી લઇ જવાતો હતો જેથી ગૌરક્ષકોની ટીમે ત્રણ ઇસમોને ઝડપી લઈને ઇકો કાર અને જીવ નંગ ૦૧ સહિતનો મુદામાલ મોરબી તાલુકા પોલીસ મથકની ટીમને સોપી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે

શ્રી એનીમલ વેલફેર ગુજરાત ચેરમેન દિલીપભાઈ શાહના માર્ગદર્શન હેઠળ હિંદુ યુવા વાનીનીના કમલેશભાઈ બોરીચા, ચેતનભાઈ પાટડીયા, ભાવિનભાઈ, હિતરાજસિંહ પરમાર, જય કિશન અવાડીયા, સુરેશભાઈ રબારી, પાર્થભાઈ નિમાવત, યશભાઈ વાઘેલા, વૈભવ પટેલ, મનીષ કણઝારીયા, દીપકભાઈ રાજગોર, સનીભાઈ કલોલા, પંકજભાઈ નકુમ, નિખીલભાઈ ચુડાસમા, હર્ષભાઈ, ઈશ્વરભાઈ કણઝારીયા, દિનેશ લોરિયા, હરેશ ચૌહાણ, હિરેન વ્યાસ, સહિતની ટીમ જોડાયેલ હતી

Back to top button
error: Content is protected !!