MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ ‘UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર’ યોજાશે

 

MORBI:મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ ‘UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર’ યોજાશે

 

મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજિત સેમિનારમાં ભાગ લેવા ગુગલ લિંક મારફતે નોંધણી કરાવવા અપીલ

જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને તાજેતરમાં GPSC વર્ગ-૧ પાસ કરનાર સફળ અધિકારીઓ યુવાઓ ને આપશે સચોટ માર્ગદર્શન

મોરબી જિલ્લાના સરકારી સેવા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉત્સાહી યુવાનોને ઉત્કૃષ્ટ માર્ગદર્શન પૂરું પાડવાના ઉમદા આશયથી રોજગાર મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૨૮/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૦૯:૪૫ કલાકે એલ.ઇ. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ (સામા કાંઠે), મોરબી ખાતે “UPSC/GPSC તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર” યોજાશે.

આ કરિયર સેમિનારમાં મોરબી જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ તાજેતરમાં જ GPSC વર્ગ-૧ ની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર નવનીયુક્ત અધિકારીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહીને ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની વૈજ્ઞાનિક ઢબે તૈયારી કરવા, સમય વ્યવસ્થાપન અને પરીક્ષા પાસ કરવાની સફળ વ્યૂહરચના વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન આપશે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રુચિ ધરાવતા જિલ્લાના તમામ યુવાનોને આ તકનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમ માટેની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે તે હેતુથી ઈચ્છુક ઉમેદવારોને સત્તાવાર ગૂગલ લિંક https://forms.gle/SdMwN6wNnjYsSQGL7 અથવા જાહેર કરવામાં આવેલા QR કોડ મારફતે સમયસર રજીસ્ટ્રેશન કરાવી લેવા મોરબી રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!