MORBI:મોરબી જીલ્લા કક્ષા નવરાત્રી રાસ સ્પર્ધામાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ પ્રથમ
MORBI:મોરબી જીલ્લા કક્ષા નવરાત્રી રાસ સ્પર્ધામાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ પ્રથમ
ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનર તેમજ કમિશ્નર શ્રી યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજીત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ કચેરી મોરબી દ્વારા સંચાલિત મોરબી જીલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા 2024-25 મોરબીની સાર્થક વિદ્યા મંદિર મોરબી મુકામે 22 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી જે અંતર્ગત રાસ સ્પર્ધામાં મોરબીની શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે જે બદલ મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસ તેમજ વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબીના ટ્રસ્ટ્રી તેમજ કારોબારી સભ્યો અને પ્રમુખશ્રી એ અભિનંદન પાઠવેલ છે.આગામી નવરાત્રીમાં રાજ્ય કક્ષાએ યોજાનાર વાઇબ્રન્ટ નવરાત્રીમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જશે.આ રાસ સ્પર્ધામાં સહાયક તરીકે નટુભાઈ અંદોદરીયા (હાર્મોનિયમ ),અજયભાઇ અંદોદરીયા (ગાયક ),ધ્રુવ બરાસરા (ઢોલક ), ભાવેશભાઈ વારનેશિયા (ઝાંઝ ) જોડાયા હતા.