MORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર જોખમી રીતે વાહનોમા ખીચો-ખીચ પેસેન્જરોને બેસાડતા વાહન ચાલકોને પોલીસે  કુલ ત્રણ વાહન ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું

WAKANER:વાંકાનેર જોખમી રીતે વાહનોમા ખીચોખીચ પેસેન્જરોને બેસાડતા વાહન ચાલકોને પોલીસે  કુલ ત્રણ વાહન ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું

 

 

Oplus_0

મોરબી જીલ્લા પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસ અધિક્ષક દ્વારા મોરબી જીલ્લામાં બહારના રાજ્યોમાથી મોટી સંખ્યામા પરપ્રાંતીય મજુરીકામ કરવા આવતા મજુરો વાહનોમા ખચોખચ અને જોખમી રીતે બેસીને આવતા હોય જેથી કોઈ દુર્ઘટના બનવાની શક્યતા રહેલ હોય જેથી આવા વાહન ચાલકો વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા કડક સુચના કરવામાં આવી હોય જેથી મોરબી જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગના એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર પો.ઈન્સ વી.પી.ગોલ તથા વાંકાનેર સીટી પોલીસ મથક ટીમ ઉપરોક્ત કામગીરી કરવા પ્રત્યનશીલ હોય ત્યારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ નાકા, રસ્તા ઉપર વોચ તપાસમાં હોય તે દરમિયાન વાહન ચેકીંગમા જોખમી રીતે, ખચો-ખય મોટી સંખ્યામા માણસો બેસેલ કુલ ત્રણ વાહનો મળી આવ્યા હતા.

Oplus_0

વાંકાનેર સીટી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન આરોપી વેસ્તા ધુમસિંહ દેવકીયા ઉવ.૨૫ રહે.છોટી ફાટક તા.ભાબરા જી.અલીરાજપુર(એમ.પી), માનસિંગ નુરલા ડાવર ઉવ.૩૧ રહે.બોકડીયા પુજારીભળીયા તા ચાંદપુર જી.અલીરાજપુર(એમ.પી) તથા જીતેન્દ્ર દરીયાવસિંગ માવડા ઉવ.૨૫ રહે.કાલીખેતા તા.જોબટ જી.અલીરાજપુર(એમ.પી) મળી આવતા ત્રણેય વાહન ચાલકો વિરુધ્ધ આઈ.પી.સી તેમજ મોટરવ્હીકલ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

Oplus_0

Back to top button
error: Content is protected !!