GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર: બસ સ્ટેશન તરફ જઈ રહેલા ૭૯ વર્ષીય વૃદ્ધને ધક્કો મારી ૩ હજારની રોકડ અને દસ્તાવેજોની લૂંટ, ૩ અજાણ્યા બાઇક સવારો સામે ગુનો દાખલ

 

WAKANER:વાંકાનેર: બસ સ્ટેશન તરફ જઈ રહેલા ૭૯ વર્ષીય વૃદ્ધને ધક્કો મારી ૩ હજારની રોકડ અને દસ્તાવેજોની લૂંટ, ૩ અજાણ્યા બાઇક સવારો સામે ગુનો દાખલ

 

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વડોદરાથી પરત ફરીને બસ સ્ટેશન તરફ ચાલીને જઈ રહેલા એક વૃદ્ધને આંતરી, મોઢે રૂમાલ બાંધેલા ત્રણ અજાણ્યા બાઇક સવારોએ ઝપાઝપી કરી રૂ. ૩,૦૦૦ ની રોકડ અને મહત્વના દસ્તાવેજો ભરેલો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયા છે.

મળતી વિગતો અનુસાર, મોરબીના રવાપર રોડ પર આવેલી ‘વેલકમ પ્રાઇડ’ સોસાયટીમાં રહેતા ૭૯ વર્ષીય હરિલાલ નાનજીભાઈ વિડજા નામના વૃદ્ધ વડોદરાથી પરત આવ્યા બાદ ચાલીને જીનપરા જકાતનાકાથી દાણાપીઠ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન નંબર પ્લેટ વગરના બાઇક પર મોઢે રૂમાલ બાંધીને આવેલા ત્રણ શખ્સો તેમની પાસે આવ્યા હતા અને હાથમાં રહેલા થેલાની માંગણી કરી હતી.

વૃદ્ધે થેલો આપવાની ના પાડતાં ત્રણેય આરોપીઓએ તેમને ઘેરી લીધા હતા અને ઝપાઝપી કરીને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ થેલામાં રાખેલું પાકીટ (જેમાં આશરે રૂ. ૩,૦૦૦ ની રોકડ રકમ હતી), ઓળખ કાર્ડ તથા અન્ય મહત્વના દસ્તાવેજો સહિતનો થેલો ઝૂંટવીને આરોપીઓ નંબર પ્લેટ વગરના બાઇક પર રફૂચક્કર થઈ ગયા હતા.

આ ઘટના અંગે હરિલાલભાઈ વિડજાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ત્રણ લૂંટારુઓ સામે ગુનો નોંધી, આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!