BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે ટ્રેડીશનલ ડે ની ઉજવણી કરવામાં આવી

6 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ પારંપરિક વસ્ત્રો ધારણ કરી આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીનીઓ સાડી તથા વિદ્યાર્થીઓ શૂટ બ્લેઝર અને કુર્તામાં આવ્યા હતા. આ સાથે ક્વિઝ કોમ્પિટિશન પણ કરવામાં આવી હતી. ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતા ટીમને પ્રોત્સાહન ઇનામ આપી બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ કરી કાર્યક્રમની પુર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી. આમ કોલેજ નાઆચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રોના સહયોગથી ટ્રેડિશનલ ડે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!