MORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર અમરસર ફાટક પાસે ચાલુ કારમાં ભભૂકી આગ; સદનસીબે જાનહાનિ ટળી

 

WAKANER:વાંકાનેર અમરસર ફાટક પાસે ચાલુ કારમાં ભભૂકી આગ; સદનસીબે જાનહાનિ ટળી

વાંકાનેરના અમરસર ફાટક પાસે આજે સવારે એક ચાલુ કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. જોકે, ફાયર વિભાગની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

 



​આજે સવારે અંદાજે 08:30 વાગ્યે મોરબી ફાયર કંટ્રોલરૂમને માહિતી મળી હતી કે વાંકાનેરના અમરસર ફાટક નજીક એક કાર ભડભડ સળગી રહી છે. GJ-03-DG-0435 નંબરની વેગનઆર કારમાં અચાનક જ કોઈ કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

​ઘટનાની જાણ થતા જ વાંકાનેર નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ભયાનક આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. કારમાં સવાર મુસાફરો સમયસૂચકતા વાપરી ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.

Back to top button
error: Content is protected !!