WAKANER:વાંકાનેરના ધારાસભ્યની રજૂઆત મળી સફળતા! રજૂઆતથી૫૭ કરોડનાં ખર્ચે રોડનું કામ મંજૂર!
WAKANER:વાંકાનેરના ધારાસભ્યની રજૂઆત મળી સફળતા! રજૂઆતથી૫૭ કરોડનાં ખર્ચે રોડનું કામ મંજૂર!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
પ્રજા નાં મત થી ચુંટાયા બાદ લોકો ની નાડ પારખીને લોકો ની સુવિધા માટે સતત સક્રિય રહેતા હોય તેવા વાંકાનેર નાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણી એ લોકો ને રોડ ની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સરકાર માં રજુઆત કરી હતી જે રજુઆત નાં પગલે સરકારે ૫૭ કરોડ નાં કામો નેં મંજૂરી આપી દીધી છે. વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતને ધ્યાને લઈ સરકાર દ્વારા વાંકાનેર નેશનલ હાઈવે થી એટલે કે નર્સરીથી પાડધરા, પલાસ, વિડી જાંબુડિયા સુધીનો આશરે કી.મી. નો રસ્તો ૭ મિટર પહોળો બનાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને ૫૭ કરોડનાં ખર્ચે મંજૂર થયેલ છે તે બદલ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે અને આ રસ્તો મંજુર થવાથી વાંકાનેર થી હળવદ અવરજવર કરતા લોકો અને વાહનો માટે મોટી રાહત થઈ જશે જેથી કરીને લોકોમાં પણ હર્ષની લાગણી ફેલાઇ છે.