GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના પાંચદ્વારકા ગામ નજીક બોલેરો હડફેટે મોટર સાયકલ સવાર બે વ્યક્તિ ઇજા

 

WAKANER:વાંકાનેરના પાંચદ્વારકા ગામ નજીક બોલેરો હડફેટે મોટર સાયકલ સવાર બે વ્યક્તિ ઇજા

 

વાંકાનેર તાલુકાના પાંચદ્રારકા ગામના બોર્ડથી વાંકાનેર તરફ વાંકાનેર મીતાણા રોડ ઉપર બોલેરો યુટીલિટી જેવા વાહનના ચાલકે પોતાની કાર બેફામ સ્પીડે ચલાવી સામેથી આવતા મોટર સાયકલને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો..

ટંકારા તાલુકાના મિતાણા પ્રભુનગર પાણીના ટાંકા પાસે પડધરી રોડ ઉપર રહેતા મહેશભાઇ ગોરધનભાઇ પારઘી ઉવ.૪૩ ગઈ તા. ૦૩/૦૧ના રોજ પોતાના સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૦૩-ઈજે-૭૮૪૭ લઈને ડબલ સવારી જતા હોય ત્યારે વાંકાનેર તાલુકાના પાંચદ્રારકા ગામના બોર્ડથી વાંકાનેર તરફ વાંકાનેર મીતાણા રોડ ઉપર સામેથી અજાણ્યા ફોરવ્હીલ બોલેરો/યુટીલીટી જેવુ સફેદ કલરના ચાલકે પોતાના હવાલા વાળુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીના મોટર સાયકલને અડફેટે લઇ અકસ્માત કર્યો હતો. જે અકસ્માતમાં મહેશભાઈને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ તેમજ મોટર સાયકલની પાછળની સીટમાં બેઠેલ સાહેદને જમણા પગના તળીયે ઇજા પહોંચી હતી તેમજ મોટર સાયકલમાં નુકસાની પહોંચાડી આરોપી પોતાનું વાહન સ્થળ પરથી લઇ જઇ નાસી ગયો હોય, હાલ ઇજાગ્રસ્ત મહેશભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!