WAKANER:વરસાદી સંકટમાં વાંકાનેર તાલુકા કોંગ્રેસનો સહયોગી હાથ, નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન શરૂ

WAKANER:વરસાદી સંકટમાં વાંકાનેર તાલુકા કોંગ્રેસનો સહયોગી હાથ, નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન શરૂ
વાંકાનેર: સતત વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક સહાય અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી વાંકાનેર તાલુકા કોંગ્રેસ દ્વારા વિશેષ હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની વરસાદી મુશ્કેલી, રાહત અથવા જરૂરી સહાય માટે નાગરિકોને કોંગ્રેસના હોદ્દેદારોનો સીધો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, “અમે તમારી સાથે છીએ” ના સંદેશ સાથે શરૂ કરાયેલી આ હેલ્પલાઇનનો હેતુ વરસાદી સંકટમાં લોકોને શક્ય તેટલી ઝડપથી મદદ પહોંચાડવાનો છે. જરૂરિયાત મુજબ સંબંધિત વિભાગો સાથે સંકલન કરી સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવશે.
હેલ્પલાઇન માટે સંપર્ક કરો:
ગોરધનભાઈ સરવૈયા (પ્રમુખ પ્રતિનિધિ, તાલુકા પંચાયત વાંકાનેર) – 92657 13721
સકિલ પીંરઝાદા (પૂર્વ ચેરમેન, APMC વાંકાનેર) – 98984 27486
વનરાજભાઈ રાઠોડ (પ્રમુખ, વાંકાનેર તાલુકા કોંગ્રેસ) – 93284 65646
આબિદભાઈ ગઢવારા (પ્રમુખ, વાંકાનેર વિધાનસભા કોંગ્રેસ) – 97148 99357
અકબરભાઈ બાદી (સભ્ય, જિલ્લા પંચાયત મોરબી) – 94288 60000
યુનુસભાઈ શેરસિયા (પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત વાંકાનેર) – 98251 45492
દાનાભાઈ ઝરવરિયા (મહામંત્રી, વાંકાનેર તાલુકા કોંગ્રેસ) – 63532 44078
ઈરફાનભાઈ ચૌધરી (પ્રમુખ, મોરબી લઘુમતી કોંગ્રેસ) – 96646 84850
કોંગ્રેસે વાંકાનેર પંથકના નાગરિકોને અપીલ કરી છે કે, કોઈપણ વરસાદી ઇમરજન્સી અથવા તાત્કાલિક સહાયની જરૂરિયાત હોય તો નિઃસંકોચ ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરી સહાય મેળવી શકે છે.









