GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર સોની દુકાનદારની નજર ચુકવી સોનાની નથડીઓની ચોરી કરનાર બે મહિલાઓ ગણતરીના કલાકોમાં પકડાઈ

 

WAKANER:વાંકાનેર સોની દુકાનદારની નજર ચુકવી સોનાની નથડીઓની ચોરી કરનાર બે મહિલાઓ ગણતરીના કલાકોમાં પકડાઈ

 

વાંકાનેરના મુખ્ય બજારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાંથી વેપારીનું ધ્યાન ભટકાવી સોનાના દાગીનાની ચોરી કરનાર બે મહિલાઓને વાંકાનેર સીટી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ₹૧.૮૫ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામના વતની અરવિંદભાઈ જીવણભાઈ કુમખાણીયા (કોળી) વાંકાનેરના મેઈન બજારમાં નવકાર સિલેક્શન સામે ‘ખુશાલ જ્વેલર્સ’ નામની સોના-ચાંદીના દાગીના લે-વેચની દુકાન ચલાવે છે. તેમની દુકાને બે મહિલાઓ ગ્રાહક તરીકે આવી હતી અને વેપારીને વાતોમાં પરોવી તેમનું ધ્યાન ભટકાવ્યું હતું. આ દરમિયાન નજર ચુકવીને બંને મહિલાઓએ ₹૧,૮૫,૦૦૦ની કિંમતની ૬૫ નંગ સોનાની બાલી (નથડી)ની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી

ચોરીની ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સરહદી રેન્જ ભુજ આઈજીપી ચિરાગ કોરડીયા તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સૂચના અને ડીવાયએસપી એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઈ જે.એસ. ગામીત દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.

સીસીટીવી ફૂટેજ અને બાતમીદારો (હ્યુમન સોર્સીસ) આધારે હેડ કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ ઝાલા તથા વિરેન્દ્રસિંહ ઝાલાને મળેલી ખાનગી બાતમીના આધારે બંને મહિલાઓને ચોરીમાં ગયેલ સમગ્ર મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવી હતી.

પકડાયેલ મહિલા આરોપીઓ:૧. મનીષાબેન ધીરૂભાઇ વસરામભાઇ સોલંકી (દેવીપૂજક) – રહે. મંગલમ પાર્ક-૦૧, ખોડીયારનગર, ગોંડલ (જિ. રાજકોટ) ૨. મીનાબેન ઉર્ફે તનુ રાહુલભાઇ મનોજભાઇ રાઠોડ (દેવીપૂજક) – રહે. અંબાળા ચોકડી, ગોંડલ (જિ. રાજકોટ) કબ્જે કરેલ મુદ્દામાલ:સોનાની બાલી (નથડી) નંગ-૬૫ (કિંમત રૂ. ૧,૮૫,૦૦૦/-) પકડાયેલી મહિલા આરોપીઓ જે સોના-ચાંદીની દુકાનમાં એક જ વેપારી હાજર હોય તેને નિશાન બનાવતી હતી. દાગીના જોવાના બહાને વેપારીને વાતોમાં મશગૂલ કરી, ધ્યાન ભટકાવીને દાગીના સરકાવી લેવાની ટેવ ધરાવે છે. આ કામગીરીમાં પીઆઈ જે.એસ. ગામીત સાથે હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ રાણીંગભાઈ ખવડ, દર્શિતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા અને જગદીશભાઈ રંગપરા રોકાયેલા હતા.

Back to top button
error: Content is protected !!