GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના આયુષ્યમાન આરોગ્ય મંદિર કાછીયાગાળા ને નેશનલ કવાલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું.

WAKANER:વાંકાનેરના આયુષ્યમાન આરોગ્ય મંદિર કાછીયાગાળા ને નેશનલ કવાલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું.

 

 

તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર) કાછીયાગાળા, ખાતે દિલ્લીની નેશનલ લેવલ ટીમ દ્વારા National Quality Assurance Standards certificate માટે તા. 12/03/2025 ના રોજ સેન્ટરની મુલાકાત કરી ચેકલીસ્ટ મુજબ મોનીટરીંગ અને ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.નેશનલ લેવલથી NQAS સર્ટિફિકેટ માટે ક્વોલિફાઇડ થાય એ માટે જિલ્લાની ટીમ જિલ્લા QAMO ડો. હાર્દિક રંગપરિયા, THO શ્રી ડૉ. આરીફ શેરસિયા અને પ્રા.આ.કેન્દ્ર ના આયુષ મેડિકલ ઓફિસર ડો. મનસુખ બોચિયા સાહેબના માર્ગદર્શન અને સતત મુલાકાતના પરિણામ સ્વરૂપે મુલાકાતે આવેલ ટીમે આયુષ્યમાન આરોગ્ય મંદિર કાછીયાગાળા ને 88.00%+ રેન્કીંગ આપેલ હતું.


આયુષ્યમાન આરોગ્ય મંદિર કાછીયાગાળા ના NQAS માટે સર્ટિફાઈડ થાય એ માટે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રાજ મકવાણા , ફિમેલ હેલ્થ વર્કર વંદના સોલંકી, મેલ હેલ્થ વર્કર પ્રતિપાલ પરમાર અને પ્રા.આ.કેન્દ્ર દલડી ના મેડિકલ ઓફિસર ડો. સાયના અન્સારી અને દલડી આરોગ્ય કેન્દ્ર ની સમગ્ર ટીમ દ્વાર ખૂબજ જહેમત ઉઠાવી હતી તેમજ મુલાકાતી ટીમ અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!