Wakaner:વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે પાડોશીઓ બાખડ્યા
Wakaner:વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે પાડોશીઓ બાખડ્યા
વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા પાડોશીઓ શેરીમાં પાણી ઢોળવા બાબતે બાખડ્યા હતા, જેમાં યુવકના મકાનના કલર કામ દરમ્યાન સાફ-સફાઇ કરી પાણીનો શેરીમાં નિકાલ કરતાં આ મામલે ઉશ્કેરાયેલા ચાર ઇસમોએ યુવકને ગાળો આપી માર મારતાં બાબતે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં ત્રણ માળીયા પાસે રહેતા ફરિયાદી આસીફરજા સાકીરહુસેન શેખએ વાંકાનેર સિટી પોલીસમાં તેમના પાડોશમાં રહેતા આરોપી ૧). રહેમતબેન હબીબભાઈ ઝાફરાણી, ૨). મોશીન હબીબભાઈ ઝાફરાણી, ૩). ફિરોજભાઈ ઝાફરાણી અને ૪). અરબાઝ કાફી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના મકાનનું કલર કામ ચાલતું હોય,જેથી મકાન પાણીથી સાફ કરતા હોય ત્યારે મકાનનું પાણી શેરીમાં જતા આ કામના આરોપીઓએ ફરિયાદીને ‘ પાણી શેરીમાં આવવું જોઈએ નહીં ‘ તેમ કહી ગાળો આપી, ધોકા તથા પાઇપ વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે