MORBI – મોરબી શહેરના મકરાણીવાસ વિસ્તારમાં રહેણાંકમાંથી ચાઈનીઝ ફિરકા સાથે ઈસમ ઝડપાયો

MORBI – મોરબી શહેરના મકરાણીવાસ વિસ્તારમાં રહેણાંકમાંથી ચાઈનીઝ ફિરકા સાથે ઈસમ ઝડપાયો
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ આગામી મકરસંક્રાંતી તહેવાર દરમ્યાન મનુષ્ય, તથા પર્યાવરણને નુકસાન કરતા પ્રતિબંધીત ચાઇનીઝ દોરી, સળગી ઉઠે તેવા તુકલ, વિગેરે પકડી પાડવા સુચના કરી હોય જે અનુસંધાને ખાનગી બાતમી મળી કે મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં આવેલ રહેણાંકમાં આરોપી સાહીલભાઇ રસુલભાઇ કલાડીયા ઉવ.૨૩ રહે.મોરબી મકરાણીવાસ વાળો પ્રતિબંધીત ચાઇનીઝ દોરી (ફિરકા)નુ વેચાણ કરતો હોય જેથી તુરંત પોલીસે ઉપરોક્ત આરોપીના રહેણાંક મકાને રેઇડ કરતા ચાઇનીઝ દોરી(ફીરકા) નંગ-૧૮૦ કિ.રૂ.૧,૧૭,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપીને ઝડપી લેવામાં આવી તેની વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા ભંગ તથા જી.પી.એકટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.







