WANKANER:વાંકાનેરના તાલુકા- સીટી પોલીસ મથકમાં પકડાયેલ કુલ ૬૩.૭૮ લાખના દારૂનો નાશ કરાયો
WANKANER:વાંકાનેરના તાલુકા- સીટી પોલીસ મથકમાં પકડાયેલ કુલ ૬૩.૭૮ લાખના દારૂનો નાશ કરાયો
મોરબી જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પ્રોહિબીશનના મુદ્દામાલના નાશના આદેશો આપ્યા હતા. આ અનુસંધાનમાં વાંકાનેર તાલુકા અને સીટી પોલીસ મથકમાં છેલ્લા ચાર મહિનામાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે.વાંકાનેર તાલુકા પોલીસે ૫ કેસોમાં પકડેલ ૨૯,૪૬૯ બોટલો કિંમત રૂ. ૬૨,૭૮,૨૭૦ અને વાંકાનેર સીટી પોલીસે ૮ કેસોમાં પકડેલ ૩૩૩ બોટલો કિંમત રૂ. ૧,૦૦,૨૨૫ સાથે કુલ ૧૩ ગુનામાં પકડાયેલા ૨૯,૯૦૨ બોટલો કિંમત રૂ. ૬૩,૭૮,૪૯૫ નો નાશ કર્યો હતો.આ કામગીરી વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે પર ગારીડા અને રંગપર ગામની વચ્ચે કરવામાં આવી હતી. કાર્યમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વી.ડી. સાકરીયા, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક આર.ટી. વ્યાસ, નશાબંધી અને આબકારી ખાતાના અધિકારીઓ એસ.સી. વાળા, વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.વી. ખરાડી, અને વાંકાનેર સીટી પીઆઇ એચ.વી. ઘેલા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.