GUJARATMORBIMORBI CITY / TALUKO
JODIYA:જામદુધઇ ગામે 2 નવેમ્બરે શનિવારે કંશવઘ નામનું ઐતિહાસિક નાટક રજૂ કરાશે

JODIYA:જામદુધઇ ગામે 2 નવેમ્બરે શનિવારે કંશવઘ નામનું ઐતિહાસિક નાટક રજૂ કરાશે
દીપાવલીના તહેવારોમાં મોરબી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌસેવાના લાભાર્થે નાટક તેમજ ભજન કાર્યક્રમ યોજવાની પરંપરા છે ત્યારે જોડિયા તાલુકાના જામ દુધઈ ગામે ગામ સમસ્ત દ્વારા આગામી તા.2જી નવેમ્બરને શનિવારે રાત્રે 9.30 કલાકે ધાર્મિક તેમજ ઐતિહાસિક નાટક કંસ વધ યોજાનાર છે. સાથે જ રાત્રે જાણીતા ભજનિક નિલેશ ગોહિલ અને હસુભાઈ કુબાવત ભજનની રમઝટ બોલાવનાર હોય નાટક તેમજ ભજનના કાર્યક્રમનો લાભ લેવા જામ દુધઈ ગામ સમસ્ત દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવા આવ્યું છે.







