WANKANER:વાંકાનેરમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શરીર સંબંધ બાંધનાર આરોપીની ઘરપકડ
WANKANER:વાંકાનેરમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શરીર સંબંધ બાંધનાર આરોપીની ઘરપકડ
વાંકાનેર શહેરમાં રહેતી મહિલાએ સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી કે, આજથી આશરે એકાદ મહીના પહેલા રાત્રીના દસેક વાગ્યે હું જમીને અમારા ઘરની બહાર ઓટલા ઉપર બેઠી હતી તે સમયે અમારા વિસ્તારમા રહેતા પ્રેસવાળો શાહરૂખભાઈ ઉર્ફે ગુડો મુસ્લીમ મારી પાસે આવ્યો હતો અને કાગળની ચીઠ્ઠીમા તેના મોબાઈલ નંબર આપેલ હતા અને મને ફોન કરજો તેમ કહ્યું હતું જેથી કરીને મહિલાએ બીજા દીવસે સવારના દસેક વાગ્યે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મને કેમ નંબર આપ્યા તો તેણે ફરિયાદીને એવું કહ્યું હતું કે, “તુ મને બહુ ગમે છે, મારે તારી સાથે લગ્ન કરવા છે” તેમ કહીને તે મહિલાની સાથે વાતચિત કરી હતી.
વધુમાં મહિલાએ કહ્યું હતું કે, વીસેક દીવસ પહેલા બપોરના બારેક વાગ્યાની આસપાસ તેના પતિ અને બંને દીકરાઓ બહાર ગયેલ હતા જેથી મે શાહરૂખને ફોનથી કહેલ કે આજે હુ એકલી છુ અને જમ્યા કે શું તેવી વાતચીત કરી હતી ત્યાર બાદ મહિલા ઘરકામ કરી રહી હતી ત્યારે શાહરૂખ તેના ઘરે ગયો હતો અને “તમે મને ગમો છો મારે તમારી સાથે લગ્ન કરવા છે” તેવુ બોલીને તેને ઘરના રૂમમાં લઈ ગયો હતો અને તેની સાથે શરીર સબંધ બાંધેલ હતો અને ત્યાર પછી થોડીવાર બેસીને જતો રહેલ હતો. જે બનાવની વાત મહિલાએ તેના બે સંતાનો અને સંસારને ધ્યાને રાખીને તેના પતિને કરી ન હતી.ત્યાર બાદ તા.૨૩/૯ ના આશરે બારેક વાગ્યે મહિલા ઘરે હતી ત્યારે શાહરૂખ તેના ઘરે આવેલ હતો અને અંદરથી ઘરનો મેઈન દરવાજો બંધ કરીને મારી સાથે વાતો કરતો હતો કે “તારી સાથે લગ્ન કરવા છે” કહીને ફરિયાદીની સાથે શરીર સબંધ બાંધેલ હતો ત્યાર બાદ બને બેઠા હતા ત્યારે ફરિયાદીનો મોટો દીકરો અરવિંદ ઘરની વંડી ટપીને ઘરમાં આવેલ હતો અને અને બાદમાં મહિલાના દીકરા અને શાહરૂખ વચ્ચે બોલાચાલી તેમજ જગડો થયેલ હતો. ત્યારે મહિલા વચ્ચે છોડાવવા આવી હતી ત્યારે શાહરૂખે કહ્યું હતું કે, મારે તારી સાથે લગ્ન કરવા નથી જેથી મહિલાએ શાહરૂખને કહ્યું હતુ કે, “તારે લગ્ન કરવા ન હતા તો તે મને લગ્નની લાલચ આપી મારી સાથે શરીર સબંધ શા માટે બાંધેલ ? તો શાહરૂખે કહ્યું હતું કે, “તારી સાથે શરીર સબંધ બાંધવા જ આવેલ હતો.જેથી મહિલાના મોટા દીકરાએ તેના કુટુંબીજનો તેમજ તેના પિતાને આ બનાવની વાત કરી હતી અને ભોગ બનેલ મહિલાને તેના પરિવારે હિંમત આપતા તેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ. કલમ-૬૯ મુજબ ફરિયાદ નોંધાવેલ છે જેથી કરીને પોલીસે આરોપી શાહરૂખભાઈ ઉર્ફે ગુડો અહેમદભાઈ ચૌહાણ (28) રહે. વેલનાથપરા ભારત ઓઈલમીલ પાછળ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે