WANKANER:વાંકાનેર ખનીજ ચોરોને અટકાવતા ખનીજ માફિયાઓએ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાનથી મારી નાખવા ધમકી આપી
WANKANER:વાંકાનેર ખનીજ ચોરોને અટકાવતા ખનીજ માફિયાઓએ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાનથી મારી નાખવા ધમકી આપી
વાંકાનેર તાલુકાના ધોળાકુવા, લુણસર વિસ્તારમાં આઈવા ડમ્પર પુરપાટ ઝડપે ચલાવી વનરક્ષક અધિકારીને મારી નાખવાના ઇરાદે તેના ઉપર ચડાવી સ્થળ ઉપરથી નાસી ગયો જ્યારે અન્ય બે આરોપીઓએ વનરક્ષક તથા તેની સાથેના સ્ટાફની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે ખાણ-ખનીજ વિભાગની લુણસર ગામ વિસ્તારમાં ગેરકાયદેસર સેન્ડસ્ટોન ખનીજ-ચોરીમાં ઉપરોક્ત ત્રણ પૈકી એક આરોપીનું નામ ખુલ્યું હતું. હાલ વનરક્ષક અધિકારી દ્વારા ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ફરિયાદી મુકેશભાઇ હીરાભાઇ સોલંકી વનરક્ષક તરીકે ફરજ બજાવતા હોય અને હાલ તેઓ વિડી જાંબુડીયા ફોરેસ્ટ ક્વાર્ટરમાં રહે છે. તેઓએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી રમેશભાઇ જાલાભાઇ ગમારા રે.ધોળાકુવા લુણસર, આરોપી આઇવા ડમ્પર રજી.નં.જીજે-૧૩-એએક્સ-૬૩૫૭ વાળુ લઇ જનાર ડ્રાઇવર તથા આરોપી મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એએન-૨૬૬૪ નો ચાલક સામે ફરિયાદ નોંધાવી કે વનરક્ષક મુકેશભાઈ ગઈકાલ ધોળાકુવા, લુણસર વિસ્તારમાં ફરજમાં હતા ત્યારે આઈવા ડમ્પર રજી.નં. જીજે-૧૩-એએક્સ-૬૩૫૭ ના ચાલકે પોતાનું ડમ્પર પુરપાટ ગતિએ ચલાવી વનરક્ષક મુકેશભાઈની જાનહાની થાય તે રીતે તેની ઉપર ચડાવ્યુ હતું, જ્યારે આરોપી રમેશભાઇ જાલાભાઇ ગમારાએ અને ઉપરોક્ત મોટર સાયકલ ચાલક આરોપીએ પણ વનરક્ષક મુકેશભાઈને અને તેની સાથેના સ્ટાફ રાહુલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી..