GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના મયુરનગર ગામે જુગાર રમતા 4 ઈસમો ઝડપાયા 

 

Halvad:હળવદના મયુરનગર ગામે જુગાર રમતા 4 ઈસમો ઝડપાયા

 

હળવદ પોલીસ મથકના સ્ટાફને સયુંકતમાં મળેલ બાતમીને આધારે હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં ધૂળકોટ જવાના રસ્તે રેઇડ કરતા ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રમેશભાઇ બાબુભાઇ ભોજયા ઉવ.૫૬ રહે. જુના ઘાટીલા ગામ તા.હળવદ, શૈલેષભાઇ મહાદેવભાઇ માલસણા ઉવ.૪૫ રહે.ફુલછાબ સોસાયટી, વીસીપરા મોરબી, મનોજભાઇ પોપટભાઇ લુહાર ઉવ.૫૫ રહે.ટીકર રોડ રાધે સોસાયટી હળવદ, નિલેષભાઇ સવજીભાઇ અગેચાણીયા ઉવ.૪૦ રહે.અમરેલી ગામ તા.જી. મોરબીને રોકડા રૂ.૨૪,૨૦૦/- સાથે ઝડપી લેવાયા હતા. પોલીસની રેઇડ દરમિયાન બે ઈસમો નાસી ગયા હતા જેમાં બટુકભાઇ મગનભાઇ કોળી તથા પ્રકાશભાઇ પોલાભાઇ કોળી રહે. બંને રાયસંગપુર ગામ તા.હળવદ હતા, જેથી બંને આરોપીઓને વોન્ટેડ દર્શાવી કુલ ૬ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!