GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના તાલુકા સર્વેલન્સ ટીમે ઇકો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી લીધો 

WANKANER:વાંકાનેરના તાલુકા સર્વેલન્સ ટીમે ઇકો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી લીધો

 

 

વાંકાનેર તાલુકા પોલીસ મથકની સર્વેલન્સ ટીમે પૂર્વ બાતમીને આધારે પાડધરા ગામ નજીક આવેલ મહાનદીના પુલ ઉપરથી ઇકો કારમાં ૫૦૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરતા કાર ચાલક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં દેશી દારૂનો જથ્થો આપનાર અને દારૂ મંગાવનાર એમ બે આરોપીઓના નામની કબુલાત આપતા પોલીસે દેશી દારૂ, ઇકો કાર સહિત ૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુલ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી દારૂ મોકલનાર તથા મંગાવનાર બંને આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમના કોન્સ. સંજયસિંહ જાડેજા, વિજયભાઈ ડાંગર અને અજયસિંહ ઝાલાએ એક ખાનગી બાતમીના આધારે પાડધરા ગામ પાસે મહાનદીના પુલ પર વોચ ગોઠવી ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન બાતમી અનુસારની એક નંબર પ્લેટ વગરની સિલ્વર કલરની મારૂતિ ઇકો કાર રોકવામાં આવી હતી, આ સાથે ઇકો કારની તલાસી લેતા તેમાંથી ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કાર ચાલક આરોપી અજયભાઈ ભગવાનભાઈ મકવાણા ઉવ.૨૦ રહે. નાળિયેરી, ચોટીલા, જી.સુરેન્દ્રનગરવાળાની ધરપકડ કરવામાં આવી હતી, પકડાયેલ આરોપીની પ્રાથમિક સઘન પૂછપરછમાં દેશી દારૂ આપનાર
આરોપી ચાંપરાજભાઇ કાઠી દરબાર રહે.જાનીવડલા ચોટીલા જી. સુરેન્દ્રનગર તથા દેશી દારૂ મંગાવનાર આરોપી મયુર ઉર્ફે નાગરાજ હરેશભાઇ અસવાર રહે.ઢુવા તા.વાંકાનેરવાળાના નામ ખુલવા પામ્યા હતા જેથી વાંકાનેર સર્વેલન્સ ટીમે ઇકો કાર, ૫૦૦ લીટર દેશી દારૂ સહીત ૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ સને વકાબેર તાલુજ પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!