MORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત હસનપર પ્રાથમિક શાળા માં ચિત્ર,નિબંધ,વકૃત્વ સ્પર્ધાનું આયોજન

WANKANER:વાંકાનેર રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત હસનપર પ્રાથમિક શાળા માં ચિત્ર,નિબંધ,વકૃત્વ સ્પર્ધાનું આયોજન

 

 

તારીખ 20 સપ્ટેમ્બર 2024 શુક્રવાર ના દિવસે મોરબી જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર ના ડો. આરીફ શેરશિયા તથા તમાકુ સેલના તેહાનભાઇ શેરસિયા ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત હસનપર પ્રાથમિક શાળા માં ચિત્ર,નિબંધ,વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ..

શાળામાં કુલ 196 વિદ્યાર્થીઓમાંથી ધોરણ 4 થી 8 ના મળીને કુલ 62 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.
આ કાર્યક્રમ માં ડૉ.વિશાલ શીલું સાહેબે વિદ્યાર્થીઓને તમાકુ ના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક અસરો તથા ભયંકર રોગો વિશે માર્ગદર્શન આપેલ

જેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ, બોટલ, પેડ, પેન,પેન્સિલ જેવા પ્રોત્સાહન તરીકે ઇનામો આપવામાં આવેલ..

સમગ્ર કાર્યક્રમ RBSK ટીમ જેમાં ડો.વિશાલ શીલું, ડો.બંશી ઠોરિયા ,અફસાના માલવિયા, CHO અંકુર પરમાર તથા PHC દલડી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ ,શાળાના આચાર્ય શ્રી રઘુવંશી અભિમન્યુસિંહ દ્વારા વિદ્યાર્થીઓ ને જીવન માં ક્યારેય વ્યસન ન કરવા ખાસ અનુરોધ કર્યો તથા કાર્યક્રમના અંતે નસરુલા ભોરણીયા દ્વારા વ્યસન ન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને બધા જ બાળકોને નાસ્તો કરાવવામાં આવેલ હતો.

Oplus_131072

Back to top button
error: Content is protected !!