GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર નજીક વાડીમાંથી વિદેશી દારૂની બોટલ ઝડપાઇ: માલિકની ઘરપકડ 

WANKANER:વાંકાનેર નજીક વાડીમાંથી વિદેશી દારૂની બોટલ ઝડપાઇ: માલિકની ઘરપકડ

વાંકાનેર નજીક આવેલ વાડી-ખેતરમાં પોલીસે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની શીલપેક ૫૬ નંગ બોટલ સાથે વાડી-માલિક યુવકની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે પોલીસે આરોપી સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ કેસ દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે વાંકાનેરના નિર્મલ કોન્વેડસ્કુલની પાછળ આવેલ વિશાલભાઈ સોલંકીની વાડી-ખેતરમાં દરોડો પાડતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૫૬ બોટલ કિ.રૂ.૨૫,૨૮૦/- મળી આવતા તેને કબ્જે લીધી હતી. ત્યારે પોલીસે સ્થળ ઉપરથી આરોપી વિશાલભાઈ રાજેશભાઈ સોલંકી ઉવ.૨૩ રહે.વાંકાનેર દિવાનપરા પુજાપાન સામેની શેરીની અટકાયત કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો રજી. કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!