TANKARA:ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા સુરક્ષા કાર્યક્રમ યોજાયો
TANKARA:ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા સુરક્ષા કાર્યક્રમ યોજાયો
મોરબી જીલ્લા પોલીસવડા અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ દ્વારા મહિલા અને બાળાઓને સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ તાલીમનું આયોજન ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ૧૫ દિવસની તાલીમ સ્વરક્ષણ ટેકનીક અને કરાટે તાલીમ આપવામાં આવી હતી જે તાલીમ પૂર્ણ થતા સમાપન સમારોહ યોજાયો હતો
જે સમાપન સમારોહમાં ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, નાયબ પોલીસ અધિક્ષક એસ એચ સારડા, જીલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદભાઈ માંડવીયા, કિરીટભાઈ અંદરપા, જીતેન્દ્રભાઈ ગોસરા, સહિતના અગ્રણીઓ તેમજ રીટાયર્ડ આર્મીમેન, ટંકારાની શાળાઓના પ્રિન્સીપાલ, પોલીસ મિત્રો અને ગાયત્રી શાળા તેમજ ઓરપેટ કન્યા વિધાલયની બાળાઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમમાં ઓરપેટ કન્યા વિધાલયની દીકરીઓ દ્વારા કરાટે ટેકનીકના વિવિધ ડેમો રજુ કરવામાં આવ્યા હતા તેમજ સ્વરક્ષણમાં દુપટ્ટાનો કેમ ઉપયોગ કરવો તેનો લાઈવ ડેમો આપી સમજાવવામાં આવી હતી પોલીસ બાલ્યાવસ્થામાં માં બાપ પરિવારની છત્રછાયા ગુમાવી દીધેલા બાળકોને તેમની માંગણી મુજબ શાળા બેગ, કીટ હાજર મહાનુભાવોના હસ્તે અર્પણ કરી ટંકારા પોલીસે સંવેદના વ્યક્ત કરી હતી
કાર્યક્રમમાં પધારેલ તમામ વિદ્યાર્થીઓને મોડલ પોલીસ તરીકે ટંકારા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી જેમાં પોલીસ સ્ટેશનની કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા હતા ઉપરાંત પોલીસ હેડ ક્વાર્ટર દ્વારા આનીક પોલીસ હથિયારના પ્રદર્શન યોજવામાં આવેલ. પીઆઈ દ્વારા ડેમો સાથે તમામ હથિયારની માહિતી આપવામાં આવી હતી સી ટીમની કામગીરી વિશે મહિલા પીઆઈએ માહિતી આપી હતી અને ટ્રાફિકના નિયમો તેમજ નવા કાયદાઓ વિશે ટ્રાફિક પીઆઈએ માહિતી આપી હતી કાર્યક્રમમાં પ્રથમ વખત એનસીસીની બાળાઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી