MORBI:પોર્ટુગલમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનની વર્કિંગ કમિટીની મિટિંગ યોજાઈ
MORBI:પોર્ટુગલમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનની વર્કિંગ મિટિંગ યોજાઈ :મોરબી સિરામિક એસો.ના પ્રમુખ સહિત બીજા દેશના પ્રતિનિધિઓએ પણ નોંધાવ્યો વિરોધ
પોર્ટુગલ ખાતે આયોજિત ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનની વર્કીંગ કમિટીની બેઠકમાં ચાઈનાએ ટેસ્ટિંગનો મુદ્દો મુક્યો : બેઠકમાં હાજર મોરબી સિરામિક એસો.ના પ્રમુખ સહિત બીજા દેશના પ્રતિનિધિઓએ પણ નોંધાવ્યો વિરોધ
મોરબી: પોર્ટુગલમાં ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનની વર્કીંગ કમિટીની બેઠકમાં ભારતના પ્રતિનિધિ તરીકે મોરબી સિરામિક એસો.ના પ્રમુખે હાજરી આપી હતી. આ બેઠકમાં ચાઈનાએ જીવીટી ટાઈલ્સ માટે એક ટેસ્ટ ફરજીયાત બનાવવાનો મુદ્દો મુક્યો હતો. જેનો મોરબી સિરામિક એસો.ના પ્રમુખ ઉપરાંત અન્ય દેશોના પ્રતિનિધિઓએ જોરદાર વિરોધ કર્યો હતો.
પોર્ટુગલમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનની વર્કીંગ કમિટીની મીટીંગ યોજાઈ હતી. જે આઈએસઓ ટીસી/૧૮૯ ટાઈલ્સ માટેનુ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈજેશન છે. જેમાં પુરા વિશ્વભરમાંથી ર૯ દેશ સભ્ય છે. તેમાંથી ર૧ દેશના ડેલિગેશન આઈએસઓ ટીસી / ૧૮૯ની મીટીંગમાં હાજર રહ્યા હતા. આ વર્કિંગ કમીટીની મીટીંગ પોર્ટુગલના ઈલ્હાવો સિટીમાં તા. ૨૧ થી ૨૩ નવેમ્બર આયોજીત થયેલ હતી. જેમાં ભારતીય ડેલિગેશનના પ્રતિનિધી તરીકે ચાર મેમ્બર આ મીટીંગમાં હાજરી આપવા ઈલ્હાવો – પોર્ટુગલ ગયા હતા. જેમાં પ્રસાંત યાદવ- સેક્રેટરી બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ- દિલ્હી, પ્રિજમ જોનસન લિમિડ – દેવાસ એમપી- આર એન્ડ ડી હેડ સુદિપ્તો સાહા અને મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ હરેશ બોપલિયા, જેરામભાઈ કાવર- નેશનલ સેરા લેબ એ હાજરી આપી હતી.