GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર શહેરમાં નોનવેજના હાટડા બંધ કરાવવા જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો

WAKANER:વાંકાનેર શહેરમાં નોનવેજના હાટડા બંધ કરાવવા જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો

 

 

વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મોરબી જિલ્લા કલેકટર એક પત્ર લખી તેમાં તેમને જણાવ્યું છે કે વાંકાનેર શહેરમા મીલપ્લોટ થી વીશીપરા તરફ જતા રોડ પર વાંકાનેર નગરપાલિકાની માલિકીની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી કોઈ પણ જાતની મંજુરી/લાઈસન્સ વગર નિયમ વિરુધ્ધ નોનવેજ આઈટમો નું વેંચાણ કરવામાં આવે છે. આ વિસ્તારમાં ઘણા સમય થી આ પ્રવૃત્તિ ચાલતી હોય સદરહુ રસ્તો જાહેર માર્ગ હોય અને નિયમ મુજબ શહેરી વિસ્તારમાં આ પ્રકારનુ વૈચાણ કરી શકાતુ નથી. તેમજ આ દબાણ ઘણા સમય થી કરવામાં આવેલ છે અને કોઈ પણ મંજુરી વિના નોનવેજ આઈટમોનુ વેંચાણ કરવામાં આવે છે.

વધુમા જણાવવાનું કે, હાલ સમસ્ત હિન્દુ સમાજ નો પવિત્ર તહેવાર નવરાત્રી પણ આવનાર છે, આવા સમયે આવી પ્રવૃતી થી સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાઈ તે વ્યાજબી ન ગણાય. અગાઉ પણ વાંકાનેર શહેરનાં પંચાસર રોડ પર આવેલ મહાદેવ સોસાયટી સામે પણ નોનવેજ આઈટમોનુ વેંચાણ બાબતે જાણ કરવામાં આવેલ પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થયેલ હોય તેવુ જણાતુ નથી.વિશેષમાં જણાવવાનું કે, જો ગીરસોમનાથ જીલ્લામાં કલેકટર ઘ્વારા ૧૦૦ એકર થી વધારે જમીનનું વર્ષો જુનુ દબાણ ડીમોલીશ કરી શકતા હોય તો આપ પણ આપની સત્તાની રૂએ વાંકાનેર શહેર મધ્યે ચાલતા આવા ગેરકાયદેસર નોનવેજ નો વેપાર તેમજ કતલખાના બંધ કેમ ન કરી શકો ? તેમજ દરેક હિન્દુ તહેવાર સમયે આપના ધ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવતુ હોય છે તો આ બાબતે કોઈ તાત્કાલીક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ? ઉપરોકત સમગ્ર બાબતોને ધ્યાને લઈ ત્વરીત કાર્યવાહી મોરબી જિલ્લા કલેકટર ને માંગ કરતો પત્ર લખ્યો છે

Back to top button
error: Content is protected !!