GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: એનસીસીનાં ૧૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સામુહિક યોગ કર્યાં
તા.૨૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ યોગ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત (જી) બીએન એનસીસી રાજકોટ દ્વારા માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોના ૧૬૦૩ કેડેટ્સે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ યોગ દિવસમાં સહભાગી બન્યા હતા.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં યોગ પ્રશિક્ષકોએ વિવિધ યોગ પ્રાણાયામ કરાવી તેના ફાયદાઓ સમજાવ્યાં હતા.
યોગ ફક્ત એક દિવસની ઉજવણી બની ન રહે, અને વિદ્યાર્થીઓ દરરોજ યોગ કરી દૈનિક જીવનમાં સ્ફૂર્તિમય રહે તેવી અપીલ પણ વિદ્યાર્થીઓને કરવામાં આવી હતી.

1
/
43

અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામે બનેલી ડબલ મર્ડરની ઘટનામાં GopalItaliya દ્વારા પોલીસ અધિકારી સાથે ચર્ચા

રાજ્યનાં DGPની અધ્યક્ષતામાં ગિરિમથક સાપુતારા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

Aap હળવદ ટીમએ સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલન કર્યું જેમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
1
/
43