GUJARATTHARADVAV-THARAD

મોરીખા હત્યા કેસઃ પાંચ દિવસના ધરણા બાદ ‘બ્રેક’, એક અઠવાડિયાની મહેતલ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

oplus_0

મોરીખા ગામના સ્વ. લખીરામભાઈ પરમારના મોતના મામલે ન્યાયની માંગ સાથે છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા દલિત સમાજના ધરણા-પ્રદર્શનને હાલ પૂરતો વિરામ આપવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા સમાજની રજૂ કરાયેલી વિવિધ માંગણીઓ અંગે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવતા ધરણા સ્થગિત કરવામાં આવ્યા છે.
સમાજની મુખ્ય માંગણીઓમાં કેસમાં હત્યાની કલમ ૩૦૨ ઉમેરવા સહિતની વિવિધ માંગણીઓ અંગે નિષ્પક્ષ તપાસનો સમાવેશ થાય છે. સમગ્ર મામલાની તપાસની જવાબદારી હવે સિદ્ધપુરના ડીવાયએસપી કે.કે. પંડ્યાને સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે.
પોલીસ તંત્ર દ્વારા સમાજની તમામ માંગણીઓ અંગે એક અઠવાડિયામાં તપાસ પૂર્ણ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. કેસની તપાસ નિષ્પક્ષ રીતે થાય અને પીડિત પરિવાર તથા સમાજની માંગણીઓનો નિકાલ આવે તે દિશામાં પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પાંચ દિવસથી કલેક્ટર કચેરી ખાતે ચાલી રહેલા ધરણા દરમિયાન સમાજ દ્વારા ન્યાયની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. અંતે પોલીસ તંત્ર દ્વારા એક અઠવાડિયાની મુદ્દત આપવામાં આવતા હાલ પૂરતા ધરણા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.
હવે એક અઠવાડિયું નિર્ણાયક! સમાજના આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે કે જો નિર્ધારિત સમયગાળામાં યોગ્ય તપાસ અને ન્યાય નહીં મળે તો ફરીથી ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
હવે સૌની નજર પોલીસ તપાસ પર છે—એક અઠવાડિયામાં તપાસ ક્યાં પહોંચે છે અને લખીરામભાઈના પરિવારને ન્યાય મળે છે કે નહીં, તે જોવું રહ્યું.

Back to top button
error: Content is protected !!