જામનગરના અલિયાબાડામાં ઉજવાયો માતૃભાષા મહોત્સવ.
25 ફેબ્રુઆરી 2025
હર્ષલ ખંધેડિયા :- જામનગર
યુનેસ્કો દ્વારા 21 ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ વિવિધ ભાષાઓના સંવર્ધન અને પ્રોત્સાહન માટે ઊજવાય છે, તેમજ ભાષાકીય વૈવિધ્યતાને ઉજવણી અને મહત્ત્વ આપવામાં આવે છે.
આ અવસરે ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય,અલિયાબાડાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાષાના મહત્ત્વ, માતૃભાષાના સંવર્ધન, તેમજ નવી પેઢીને માતૃભાષા પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા. પ્રમુખ મહેમાન તરીકે સતીશભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા અને માતૃભાષાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો. કાર્યક્રમમાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓ કુલદીપભાઈ પુરોહિત અને નિધિબેન પરમાર દ્વારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આવતા ગેય કાવ્યોનું ગાન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. નિધિબેન અગ્રાવત દ્વારા સંસ્થાના આચાર્યશ્રી ડો. રૂપલબેન માંકડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.