BHARUCHGUJARAT

વાગરા: વહિયાલ નજીક મોટરસાયકલ ચાલકને નડ્યો અકસ્માત, કોઈ જાનહાનીના એહવાલ નહીં

સમીર પટેલ, ભરૂચ

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ વાગરા-રહિયાદ માર્ગ ઉપર આવેલ વહિયાલ ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં અકસ્માતગ્રસ્ત હાલતમાં એક પેશન-પ્રો મોટરસાઇકલ જેનો રજિસ્ટ્રેશન નંબર GJ-16-CC-6342 જે રોડની સાઈડમાં પડેલી નજરે પડી હતી. જેમાં મોટરસાયકલનો આગળનો ભાગ જોતા કોઈ અજાણ્યા વાહને મોટરસાઇકલ ચાલકને ગત મોડી રાત્રે અથવા વહેલી સવારે ટક્કર મારી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળ ઉપર અકસ્માતગ્રસ્ત મોટરસાયકલ પડેલી હતી. જે અંગે પોલીસનો સંપર્ક સાધતા આ અંગે પોલીસ ચોપડે કોઈ નોંધ ન હોવાનું જાણવા મળ્યું હતું.

Back to top button
error: Content is protected !!